દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
થાઈલેન્ડથી રશિયા જતી ફ્લાઈટમાં ખામી સર્જાઈ, ઈમરજ્ન્સી લેન્ડિંગ કરાતા મુસાફરો સુરક્ષિત
થાઈલેન્ડથી રશિયાના બાર્નૌલ જતી ફ્લાઇટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેના લીધે 246 મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. જોકે, આ દરમિયાન ચીન મદદે આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ વિમાને ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઈમરજ્ન્સી લેન્ડિંગ કર્યું હતું.
રાહુલ ગાંધીએ અમેરિકન ટેરિફ અંગે પીએમને જવાબદાર ગણાવ્યા, કર્યા પ્રહાર
દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની કથળતી હાલત અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકન ટેરિફ માટે પીએમ મોદી સીધા જવાબદાર છે. તેમજ આ મુદ્દે ધ્યાન આપવા પીએમ મોદીને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું અમેરિકન ટેરિફના લીધે ટેક્સટાઇલ નિકાસને મોટો ફટકો પડ્યો છે.
કેરળના સીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીના વખાણ કર્યા
કેરળના સીએમ પિનરાઈ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદીએ આજે તિરુવનંતપુરમમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે સીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આ કેરળના વિકાસ માટે એક મોટો દિવસ છે. પીએમ મોદીએ આજે અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે જે રાજ્યના વિકાસમાં મદદરૂપ થશે.
રાજકોટના અટલ સરોવરે લોકોમાં આકર્ષણ જમાવ્યું, 14 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
ગુજરાતના રાજકોટમાં રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે અટલ સરોવરનું માર્ચ 2024માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને જાહેર જનતા માટે
1 મે 2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે અટલ સરોવર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ આજ દિન સુધીમાં 14 લાખથી વધુ લોકો મુલાકાત લઈ લીધી છે. અટલ સરોવરને આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.
રાજ્યમાં ઠંડીના જોરમાં આંશિક ઘટાડો
ગુજરાત રાજ્યમાં ઠંડીના જોરમાં આંશિક ઘટાડો નોંધાયો છે, મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 16.8 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં નલિયા 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે, જ્યારે અમરેલીમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી અને રાજકોટમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આ ઉપરાંત, ઉત્તર અને પૂર્વ ગુજરાતના ડીસામાં 15.3 ડિગ્રી અને દાહોદમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાઈ છે.