દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
અમેરિકામાં ત્રાટકનારા બરફના તોફાનના પગલે એર-ઇન્ડિયા બે દિવસ ફ્લાઈટ રદ કરી
અમેરિકાના અનેક વિસ્તારોમાં ત્રાટકનારા બરફના તોફાન અને ખરાબ હવામાનના પગલે એર ઇન્ડિયાએ ન્યુયોર્ક અને નેવાર્ક જતી અને જતી તમામ ફ્લાઇટ્સ 25 અને 26 જાન્યુઆરીના રોજ રદ કરી છે. અમેરિકાના પૂર્વમાં ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે તીવ્ર શિયાળુ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. જેમાં પગલે ફલાઈટ ઉડ્ડયન ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે.
અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને માત્ર 136નો લક્ષ્યાંક મળ્યો
અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડ માત્ર 135 રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતને જીતવા 136 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતનો સ્કોર એક વિકેટે 44 રન હતો. ન્યૂ ઝીલૅન્ડને 135 રનમાં આઉટ કરાવવામાં બે પેસ બોલર આર. એસ. અંબરિશ (29 રનમાં ચાર વિકેટ) અને વલસાડના હેનિલ પટેલ (23 રનમાં ત્રણ વિકેટ)ની સૌથી મોટી ભૂમિકા હતી. મોડાસાના ખિલન પટેલ તેમ જ મોહમ્મદ એનાન અને કનિષ્ક ચૌહાણે એક-એક વિકેટ લીધી હતી.
નવનીત બાલધીયા કેસમાં જયરાજની ધરપકડ
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોળી યુવક નવનીત બાલધીયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં SITએ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનોમાં જયરાજ આહીરના નામનો ઉલ્લેખ મળ્યો હતો. SITની તપાસમાં આ કેસમાં જયરાજની સંડોવણીના પુરાવા મળ્યા હોવાની આ કાર્યવાહી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના શાજાપુરમાં રેલવે દુર્ઘટના, ગુડસ ટ્રેન પાટા પરથી ઉતરી
મધ્યપ્રદેશના શાજાપુરમાં રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં એક ગુડસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી અને બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. જોકે, આ અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. શનિવારે શાજાપુર જિલ્લાના માકસી રેલ્વે સ્ટેશન નજીક એક માલગાડી અચાનક નિયંત્રણ બહાર ગઈ અને પાટા પરથી ઉતરી ગઈ. આ માલગાડી ઉજ્જૈનથી ગુના જઈ રહી હતી. આ અકસ્માતમાં માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેના કારણે ટ્રેન બે ભાગમાં વિભાજીત થઈ ગઈ.
માતા-પુત્રએ સાબરમતી નદીમાં લગાવી મોતની છલાંગ
અમદાવાદઃ અમદાવાદના સાબરમતી નદીમાં માતા-પુત્રએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. માતા-દીકરાએ સાબરમતી નદીમાં પડીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
અન્ડર-10 વર્લ્ડ કપઃ ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની 17 રનમાં ત્રણ વિકેટ
ઝિમ્બાબ્વેના બુલવૅયોમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતની આજે ત્રીજી મૅચ છે જેમાં ટૉસ જીતીને આયુષ મ્હાત્રેએ ફીલ્ડિંગ પસંદ કરી છે અને ન્યૂ ઝીલૅન્ડે ખરાબ શરૂઆત કરી છે. આઠમી ઓવરની શરૂઆત વખતે વરસાદને લીધે પિચ અને મેદાન ભીનાં થઈ જતાં રમત અટકાવવામાં આવી હતી અને ત્યારે ન્યૂ ઝીલૅન્ડના માત્ર 17 રન બન્યા હતા જેમાં તેમણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આઉટ થઈ ચૂકેલાઓમાં કિવી કૅપ્ટન ટૉમ જોન્સનો પણ સમાવેશ હતો. પેસ બોલર આર. એસ. અંબરિશે બે વિકેટ અને હેનિલ પટેલે એક વિકેટ લીધી હતી.
તિરુમાલા લાડુ ઘીમાં ભેળસેળ કેસમાં સીબીઆઇએ અંતિમ ચાર્જશીટ દાખલ કરી, કુલ 36 આરોપીઓના નામ
તિરુમાલા લાડુ ઘીમાં ભેળસેળ કેસમાં સીબીઆઇના નેતૃત્વવાળી એસઆઇટીએ નેલ્લોર એસીબી કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઇએ
લગભગ 15 મહિનાની તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ અંતિમ ચાર્જશીટમાં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીના ડિરેક્ટર પોમિલ જૈન અને વિપિન જૈન સહિત 36 મુખ્ય આરોપીઓના નામ છે. જેમના પર નકલી ઘી બનાવવાનો આરોપ છે. ટીટીડીના નિવૃત્ત જનરલ મેનેજર અને મૂળ ફરિયાદી પ્રલય કાવેરી મુરલી કૃષ્ણનું નામ હવે આરોપી દાખલ કરવામાં આવ્યું છે.
અમેરિકા ભારત પરથી ટેરિફ હટાવશે?
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે ભારત પર લગાવવામાં આવેલા 25 ટકા ટેરિફને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ભારત પર લગાવવામાં આવેલો ટેરિફ ઘણા અંશે સરળ રહ્યો છે. ટેરિફ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદીમાં મોટો ઘટાડો થયો છે. હાલ ટેરિફ લાગુ છે પરંતુ અમેરિકા તેને કાયમી નથી માનતું.
અમદાવાદના ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ
અમદાવાદના ધોળકા તાલુકાના કૌકા ગામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગત રાત્રિએ અહીં એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે.એક લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મીઠાઈ ખાવાથી અચાનક લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. મીઠાઈ ખાઘા બાદ જ લોકોની તબિયત લથડી હતી. બીમાર લોકોનો આંકડો 50ને પાર કરી ગયો હતો
ઈરાનની ટ્રમ્પને ચેતવણી
ઈરાને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક ચેતવણી આપી. છે, જેમાં કહ્યું છે કે તે તેહરાન પરના કોઈપણ હુમલાને તેની સામે પૂર્ણ યુદ્ધ ગણશે. ઈરાને એમ પણ કહ્યું છે કે આવી સ્થિતિમાં, તે ખૂબ જ આક્રમક જવાબ આપશે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે હિંસાનો સામનો કરી રહેલા મધ્ય પૂર્વીય દેશમાં યુએસ યુદ્ધ જહાજોનો મોટો કાફલો મોકલવામાં આવી રહ્યો છે તેવા જ સમયે ઈરાને આ ચેતવણી આપી છે.
પીએમ મોદી 61,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે
વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરસ દ્વારા 18માં રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 61,000 થી વધુ નિમણૂક પત્રો એનાયત કરશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. દેશભરમાં આયોજિત રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 11 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. 18મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ આયોજિત કરવામાં આવશે.