સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈ પત્ની પર અત્યાચાર ગુજારતા પતિને પત્નીએ દૂધમાં ઝેર ભેળવી પતાવી દીધો હતો. દફનવિધિ સમયે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
શું છે મામલો
સુરતમાં રહેતો હૈદરઅલી મુંબઈમાં નોકરી હતી અને મહિનામાં એકાદ વખત પત્ની પાસે આવતો હતો. પત્નીના કહેવા પ્રમાણે, જ્યારે પણ તેનો પતિ ઘે આવતો ત્યારે સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો. ઉપરાંત શારીરિક ત્રાસ પણ આપતો હતો. જેનાથી કંટાળીને તેણે સમગ્ર કાવતરું રચ્યું હતું.
પત્નીના કહેવા પ્રમાણે, સેક્સવર્ધક ગોળીનું સેવન કર્યા બાદ તે જ્યાં સુધી તેના શરીરમાંથી લોહી ન નીકળે ત્યાં સુધી મારતો હતો. સતત શારીરિક અને માનસિક ત્રાસને કારણે તેના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું. 1 જાન્યુઆરીના રોજ પતિ આવ્યો ત્યારે રાત્રે પીવા હળદરવાળું દૂધ આપ્યું હતું. જેમાં તેણે ઝેરી દવા ભેળવી દીધી હતી. આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી હતી. 5 જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત લથડી હતી. જેથી તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં મોત થયું હતું.
સમગ્ર ઘટનામાં ભાઈના મોત બાદ મૃતદેહને તેમના વતન બિહારના પૂર્વી ચંપારણમાં દફનવિધિ કરવાનું કહેતા મૃતકની પત્ની અને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી મૃતકના ભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. જેમાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. પીએમ રિપોર્ટ મુજબ, મૃતકને ઝેરની સાથે ગળું અને છાતી દબાવતા મોત થયું હતું. પતિની હત્યાના કેસમાં પોલીસે આરોપી પત્ની વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.