ઢાકા: બાંગ્લાદેશના ક્રિકેટરોની પોતાના ક્રિકેટ બોર્ડ તથા સરકાર સાથેની મીટિંગમાં એવું નક્કી થયું છે કે આવતા મહિને રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World cup) માટે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને ભારત નહીં જ મોકલવામાં આવે.
બાંગ્લાદેશ (Bangladesh)ના ખેલાડીઓ ભારતમાં નહીં જ રમે અને શ્રીલંકામાં રમવા માગે છે. આ શરત સાથે બાંગ્લાદેશ બોર્ડ ફરી એક વખત આઇસીસી સાથે બેઠક રાખશે અને પોતાનો પ્લાન રજૂ કરશે.
બોર્ડ-પ્રમુખ અમિનુલના મતે ` આઇસીસીએ બાંગ્લાદેશને નિર્ણય લેવા 24 કલાકનો સમય આપ્યો હતો (જે પૂરો થઈ ગયો), પરંતુ આઇસીસી એ નિર્ણય પર આગળ જઈ જ ન શકે, કારણકે બાંગ્લાદેશ વર્લ્ડ કપની બહાર થઈ જશે તો આઇસીસી 20 કરોડ દર્શકો ગુમાવશે. અમારી સરકારે નિર્ણય લીધો છે કે ક્રિકેટરોને ભારત ન મોકલવા.'
આઇસીસીએ બુધવારે નક્કી કર્યું હતું કે જો બાંગ્લાદેશ વર્લ્ડ કપની મૅચો ભારતમાં રમવા તૈયાર નહીં થાય તો વર્લ્ડ કપમાં એના સ્થાને સ્કૉટલૅન્ડનો સમાવેશ કરી દેવામાં આવશે.
બાંગ્લાદેશમાં રોજ હિન્દુઓની હત્યા થઈ રહી છે એટલે બાંગ્લાદેશની સરકાર ખેલાડીઓને ભારતમાં રમવા મોકલતા ડરે છે.