Tue Jan 27 2026

Logo

White Logo

શેફાલી બગ્ગા સાથે દેખાયેલા યુઝવેન્દ્ર ચહલે કોના માટે શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ? તમે જ જોઈ લો...

2 days ago
Author: Darshana Visaria
Video

ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચહલ અને જાણીતી રેડિયો જોકી RJ મહવશ દ્વારા એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરવાના પગલાએ ચાહકોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. ખાસ કરીને જ્યારે બંનેના નામ લાંબા સમયથી ડેટિંગની અફવાઓ સાથે જોડાયેલા હતા, ત્યારે આ આકસ્મિક બદલાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ફરી એક વખત પોતાની પર્સનલ લાઈફ ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પત્ની ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ ચહલનું નામ આરજે મહવશ સાથે સતત જોડાઈ રહ્યું હતું, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરીને ડિસ્ટન્સ જાળવી રહ્યા હોય એવું લાગે છે. 

યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે એકબીજાને સોશિયલ મીડિયા પર અન ફોલો કરી દીધા છે. હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ કન્ટેસ્ટન્ટ અને જર્નલિસ્ટ શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલની એક ક્રિપ્ટિક પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ વાઈરલ થઈ રહેલી પોસ્ટને નેટિઝન્સ યુઝીની પર્સનલ લાઈફમાં આવેલા ચઢાવ ઉતાર સાથે જોડીને જોઈ રહ્યા છે. 

યુઝીએ એક ફોટો શેર કર્યો છે જેમાં એક સુંદર ક્વોટ લખવામાં આવ્યો છે. આ ક્વોટમાં જણાવવામાં આવ્યું છે કે કૃષ્ણ અર્જુનને કહે છે કે દરેકને તમારે સ્પષ્ટતા આપવાની જરૂર નથી. ક્યારેક ચુપ રહેવું જ સારું હોય છે, જે લોકોને ખોટું માનવું હોય તેમને માનવા દો. ફેન્સ યુઝીની આ ક્રિપ્ટિક પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોઈ રહ્યા છે. આ પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે ચહલ લોકોને સવાલોના જવાબ આપવાને બદલે મૌન રહેવાનું પસંદ કરે છે.

બીજી બાજું આરજે મહવશે પણ સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી છે. જેમાં તે પોતાની મેન્ટલ પીસ અને પર્સનલ લિમિટ્સ નક્કી કરવાની વાત કરી છે. વીડિયોમાં મહવશ કહે છે કે, હવે તેને કોઈને સમજાવવાની કે ઠીક કરવાની જરૂર નથી લાગતી. ચહલના છૂટાછેડા બાદ મહવશને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. ઘણા લોકોએ તેને કોઈ પણ પુરાવા વગર 'હોમ બ્રેકર' ગણાવી હતી. આ પ્રેશરને કારણે જ મહવશ અને યુઝીએ જાહેરમાં સાથે દેખાવાનું ઓછું કરી દીધું હતું.

વર્ષ 2025ની શરૂઆતથી જ ચહલ અને મહવશ અનેક જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. મહવશ આઈપીએલ દરમિયાન સ્ટેન્ડ્સમાં ચહલને ચીયર કરતી જોવા મળી હતી. આ સિવાય દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ તેની હાજરીએ અફવાઓને વધારે હવા આપી હતી. જોકે, બંનેએ હંમેશા એકબીજાને માત્ર 'સારા મિત્રો' જ ગણાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલે ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરવું એ આજના સમયમાં રિલેશનશિપનો ધ એન્ડ કે પછી કોઈ મોટી કોન્ટ્રોવર્સીનું કારણ માનવામાં આવે છે. હવે જોવાની વાત તો એ છે કે આ જોડી ફરી ક્યારેય સાથે જોવા મળશે કે કેમ?