Tue Jan 27 2026

Logo

White Logo

‘માલદીવ ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે’ ગ્રોકે PM મોદીની પોસ્ટનું વાંધાજનક ભાષાંતર કર્યું

8 hours ago
Author: Savan Zalariya
Video

Image source: PMO


નવી દિલ્હી: AI ટૂલ ગ્રોક દ્વારા અશ્લિલ AI ફોટો જનરેટ થઇ રહ્યા હોવાના મામલે ભારત સરકારે તાજેતરમાં X ને નોટીસ પાઠવી હતી, એવામાં ગ્રોકએ ફરી એક વિવાદ ઉભો કર્યો છે. ગ્રોકએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક રાજદ્વારી પોસ્ટનું ખોટું અને વાંધાજનક ભાષાંતર કર્યું છે. 

77મા પ્રજાસત્તાક દિવસ નિમિતે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને ભારતના લોકો શુભેચ્છા પાઠવી હતી, વડાપ્રધાન મોદીએ તેમની પોસ્ટને રીશેર કરીને માલદીવની સત્તાવાર ભાષા દિવેહીમાં ધન્યવાદ સંદેશ પાઠવ્યો હતો. ગ્રોકે વડાપ્રધાન મોદીના આ સંદેશનું અંગ્રેજીમાં ખોટું ભાષાંતર કર્યું હતું.  ગ્રોકે ભાષાંતરિત પોસ્ટમાં માલદીવને ભારત વિરોધી ગણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ ખરેખર શું લખ્યું હતું:
વડાપ્રધાન મોદીએ પોસ્ટમાં લખ્યું હતું, "ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તમે પાઠવેલા હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાને આવકારું છું. આપણે બંને દેશોના લોકોના હિત માટે સાથે મળીને કામ કરતા રહીશું. હું માલદીવના લોકો માટે સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલા ભવિષ્ય માટે પ્રર્થનાં કરું છું."

ગ્રોકે અગ્રેજી ભાષાંતરમાં ગડબડ કરી:
ગ્રોકે પોસ્ટના ભાષાંતરમાં લખ્યું, "સુકુરિયા, રાયથુન મજલિસ. ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માલદીવમાં યોજાઈ હતી, અને માલદીવ સરકારે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સુકુરિયા સરકાર લોકોના ભારત વિરોધી અભિયાનોમાં પણ સામેલ રહી છે. બે ભારત વિરોધી અભિયાનોમાં પણ, તેઓ વિરોધ પ્રદર્શનોમાં મોખરે રહ્યા છે."

ગ્રોકે ભાષાંતરમાં પ્રજાસત્તાક દિવસને સ્વતંત્રતા દિવસ ગણાવ્યો, માલદીવ સરકાર "ભારત વિરોધી ઝુંબેશ" માં સામેલ હોવાનું કહ્યું, જે વડાપ્રધાન મોદીનું મૂળ પોસ્ટ કરતા બિલકુલ વિપરીત છે. આ ભાષાંતરિત પોસ્ટના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 
 

ગ્રોકની વિશ્વનીયતા પર સવાલ:
એક તરફ Xના માલિક ઈલોન માસ્ક ગ્રોકને વિશ્વનું સૌથી વધુ એડવાન્સ AI ગણાવી રહ્યા છે, ત્યારે સામાન્ય ભાષાંતરમાં પણ આવી ગંભીર ભૂલોને કારણે ગ્રોકની વિશ્વનીયતા પર સવાલો ઉઠવવામાં આવી રહ્યા છે. 

યુઝર્સે ધ્યાન દોર્યા બાદ આ ભૂલ સુધારી દેવામાં આવી છે, હવે ગ્રોક સાચું ભાષાંતર કરી રહ્યું છે.