Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદમાં પાટીદાર બેઠકો પર મતદારો ઘટ્યા, જાણો રાજકીય પક્ષોના ગણિત પર શું થશે અસર?

1 week ago
Author: Mayurkumar Patel
Video

અમદાવાદઃ રાજ્યમાં સરની કામગીરી બાદ વિવિધ વિધાનસભામાં મતદારોની સંખ્યામાં વધારો ઘટોડો થયો છે. જેના કારણે વર્તમાન ધારાસભ્યો જ નહીં રાજકીય પક્ષોને પણ હાર-જીત દેખાવા માંડી છે. મતદાર યાદીમાં નામ કમી કરવાના ઈરાદે બારોબાર ફોર્મ 7 ભરી દેવાતા અમદાવાદમાં કેટલીક વિધાનસભા બેઠકો પર હંગામો મચ્યો છે. શહેરમાં પાટીદારની વધુ વસતી ધરાવતી વિધાનસભામાં મતદારોની સંખ્યામાં તોતિંગ ઘટાડો થયો છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરની મોટાભાગની બેઠકો પર મતદારોની સંખ્યા ઘટી છે. મૃત્યુ ઉપરાંત સ્થળાંતરના કારણે મતદારો ઘટ્યા છે. મતદારોની સંખ્યામાં થયેલી વધ-ઘટ જ હવે વિધાનસભા બેઠક પર હારજીત નક્કી કરશે. આ કારણોસર રાજકીય પક્ષોએ અત્યારથી જ હાર-જીતાના ગણિત માંડ્યા છે.

કઈ પાટીદાર બેઠક પર કેટલા મતદરો ઘટ્યા

બાપુનગર બેઠક પર 57,274 મતદારો ઘટ્યા છે. જ્યારે નિકોલમાં 18,632, વટવામાં 6327, અમરાઈવાડીમાં 8622 મતદારો ઘટ્યા છે. જ્યારે નરોડા બેઠક પર 18,632 મતદારો અને મણિનગર બેઠક પર 15,581 મતદારો વધ્યા છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મતદારોમાં જાગૃતતાના કારણે શહેરના કોટ વિસ્તારમાંથી સ્થળાંતર કરી ચૂકેલાં મતદારો સામે ચાલીને બે સ્થળે નામ હોય તો તેની ચકાસણી કરી રહ્યા છે અને નામ રદ કરાવી રહ્યા છે. જે વર્તમાન ધારાસભ્ય માટે હારનો સંદેશ છે. આ જોતાં ધારાસભ્ય-રાજકીય પક્ષો સક્રિય થયા છે અને રાજકીય પક્ષો બીએલઓની મદદથી અન્ય પક્ષના સમર્થક મતદારોના નામ બારોબાર કમી કરાવવા મેદાન પડ્યા છે. આ જોતાં રાજ્ય-કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ એવી ફરિયાદ થઈ છે કે હાલ ફોર્મ-7 મુજબ ચકાસણી કર્યા વિના મતદારના નામ કમી ન કરવા.