Tue Jul 28 2026

Logo

ટીમ ઇન્ડિયાના સહાયક-કોચ અને ફીલ્ડિંગ કોચના કૉન્ટ્રૅક્ટ પૂરા, બીસીસીઆઇ રિન્યૂ નહીં કરે

2026-07-28 21:29:58
Author: Ajay Motiwala
Article Image

BCCI


નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડૉચેટ અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સાથેના કૉન્ટ્રૅક્ટ પૂરા થઈ ગયા છે અને ક્રિકેટ બોર્ડ તેમની સાથેના કરાર (CONTRACT)હવે નહીં લંબાવે, એવી બોર્ડના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ મંગળવારે પીટીઆઇને જણાવ્યું હતું.

આવતા મહિને બે ટેસ્ટ રમવા માટે ભારતીય ટીમ શ્રીલંકા જશે અને એ ટૂર વખતે બીસીસીઆઇ નવા ફીલ્ડિંગ કોચના નામની જાહેરાત કરી દેશે. બેથી ત્રણ નામ ચર્ચામાં છે, પરંતુ કહેવાય છે કે ભારતની મહિલા ટીમના તેમ જ ઇન્ડિયા-એ ટીમના સપોર્ટ સ્ટાફના મેમ્બર સુભદીપ ઘોષનું નામ અગ્રેસર છે અને તેઓ ડૉચેટ તથા દિલીપનું સ્થાન લેશે એવી સંભાવના છે. આસામના ઘોષ છ-સાત વર્ષથી (રાહુલ દ્રવિડના કાર્યકાળથી) બીસીસીઆઇની સાથે છે.

ડૉચેટનો બે વર્ષનો કરાર 10મી જૂને પૂરો થયો હતો, જ્યારે દિલીપને એક વર્ષનું એક્સટેન્શન મળ્યા બાદ તેમની મુદત પણ આઠમી જૂને પૂરી થઈ ગઈ હતી.સૈકિયાએ પીટીઆઇને કહ્યું હતું કે `ડૉચેટ અને દિલીપના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણકે તેમના કૉન્ટ્રૅક્ટ જ પૂરા થઈ ગયા છે.'