Mon Aug 31 2026

Logo

રસાકસી બાદ મૅચ 0-0થી ડ્રૉઃ ભારતની મહિલા હૉકી ટીમે ઇંગ્લૅન્ડને બહાર કરાવ્યું

Amstelveen   2026-08-20 21:54:00
Author: Ajay Motiwala
રસાકસી બાદ મૅચ 0-0થી ડ્રૉઃ ભારતની મહિલા હૉકી ટીમે ઇંગ્લૅન્ડને બહાર કરાવ્યું

ઍમ્સ્ટલ્વીનઃ ભારતની મહિલા હૉકી (Hockey) ટીમે અહીં ગુરુવારે ઇંગ્લૅન્ડની ચડિયાતી ટીમને છેલ્લી લીગ મૅચને 0-0થી ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. 

એ સાથે, ઇંગ્લૅન્ડ (England)ની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે, કારણકે ગ્રૂપ-ડીમાંથી ટોચની બે ટીમ બીજા રાઉન્ડમાં જાય છે અને એમાં ભારત ઉપરાંત ચીનની ટીમ પણ પહોંચી ગઈ છે.


ભારતની ગોલકીપર સવિતા પુનિયા અને બિચ્છુ દેવીએ ઇંગ્લૅન્ડના 11 પેનલ્ટી કૉર્નરને નિષ્ફળ બનાવ્યા હતા તેમ જ મૅચની અંતિમ પળોમાં આવેલા ભારે માનસિક દબાણમાં પણ મૅચ ડ્રૉ કરાવી હતી.

ભારતે લીગ રાઉન્ડમાં બે મૅચ ડ્રૉ કરાવી હતી અને એક મૅચમાં વિજય માણ્યો હતો. મેન્સ હૉકીમાં ભારતીય ટીમે બુધવારે પાકિસ્તાનને સ્પર્ધાની બહાર કર્યું હતું.