Fri Oct 02 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (02-10-2026): કઈ રાશિના જાતકોને મળશે સારા સમાચાર અને કોણે રહેવું પડશે સાવધાન? જાણી લો કેવો રહેશે દિવસ...

2026-10-02 00:01:00
Author: Darshana Visaria
આજનું રાશિફળ (02-10-2026): કઈ રાશિના જાતકોને મળશે સારા સમાચાર અને કોણે રહેવું પડશે સાવધાન? જાણી લો કેવો રહેશે દિવસ...

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમારામાં ઊર્જા અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, જેનાથી કાર્યક્ષેત્રમાં અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. ઉતાવળમાં મોટો નાણાકીય નિર્ણય લેવાથી બચવું. મોસમી બીમારીઓથી સાવચેત રહેવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મિત્રો સાથે સાંજ આનંદદાયક વીતશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના ઉત્તમ સંકેત છે.

વૃષભઃ

વૃષભ રાશિના જાતકોના જીવનમાં આજે સફળતા અને સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ સારો સાબિત થશે અને જૂના રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. નોકરીમાં સહકર્મીઓ સાથે સારો તાલમેલ રહેશે, જેનાથી કામનો બોજ હળવો જણાશે. ઘરમાં માંગલિક કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે જેથી કોઈ સાથે વિવાદ ન થાય. સંતાનના અભ્યાસ કે કરિયરને લગતી ચિંતા દૂર થશે. ખાણીપીણીમાં સંયમ રાખવો સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી લઈને આવી રહ્યો છે. 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં વ્યવસાયિક રીતે ફાયદાકારક સાબિત થશે. કાર્યસ્થળે તમારી વાકછટા અને કુશળતાની પ્રશંસા થશે તેમજ નવા પ્રોજેક્ટ મળી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને ભાઈ-બહેનોનો પૂરો સહકાર મળશે. માનસિક શાંતિ માટે ધ્યાન અથવા યોગનો સહારો લેવો. સાંજના સમયે કોઈ શુભ સમાચાર મળી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. પરિવારના સભ્યો સાથે આજે કોઈ ધાર્મિક યાત્રા પર ફરવા જઈ શકો છો. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક બાબતોમાં આજે થોડી સાવચેતી રાખવી, કોઈના પર વધુ પડતો ભરોસો નુકસાન પહોંચાડી શકે છે. નોકરી કે વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ અવશ્ય મળશે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે ખુલ્લા મને વાતચીત કરવી યોગ્ય રહેશે. જમીન કે વાહનની ખરીદી અંગે વિચારણા આગળ વધી શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. દિવસના અંતે કોઈ અધૂરું કામ પૂરું થવાથી રાહત અનુભવશો. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર ના કરવી જોઈએ. 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો થશે, જેથી મહત્વના નિર્ણયો સચોટ સાબિત થશે. વેપારમાં નવી તકો મળશે અને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. સામાજિક વર્તુળમાં માન-સન્માન વધશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો અને જૂના મતભેદો દૂર થશે. ઓફિસમાં વિરોધીઓ તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સતર્ક રહેવું. ઉત્સાહમાં આવીને જોખમી કામ ન કરવું. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે. 

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આજે કોઈ પણ કામકાજમાં ઝીણવટપૂર્વક આયોજન કરવાથી સફળતા સરળતાથી મળશે અને લક્ષ્યો સિદ્ધ થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તેમજ લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. ઓફિસમાં અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા. પરિવારમાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન ખૂબ ઉપયોગી સાબિત થશે. પેટ સંબંધિત તકલીફોથી બચવા માટે બહારનું ભોજન ટાળવું. સાંજનો સમય મનોરંજન અને આરામમાં પસાર થશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે કાઢવો પડશે. 

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનો રહેશે. આજે તમારે જીવનમાં સંતુલન જાળવી રાખવા માટે આજનો દિવસ ઉત્તમ છે, અંગત અને વ્યાવસાયિક બાબતો વ્યવસ્થિત ચાલશે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા રાખવી ફાયદાકારક રહેશે. દાંપત્યજીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે તથા જીવનસાથી સાથે બહાર જવાનો પ્લાન બની શકે છે. કોર્ટ-કચેરી કે કાનૂની મામલાઓમાં સમાધાનના સંકેત દેખાઈ રહ્યા છે. આંખો અને માથાના દુખાવાની સમસ્યા સતાવી શકે છે. નવા રોકાણ અંગે વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે. વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા આવી રહી હશે તો વડીલની સલાહ લેવી પડશે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને લગનની કદર થશે તેમજ કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું અને તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી. પરિવારમાં નાની-મોટી બાબતોને મોટું સ્વરૂપ ન આપવું, શાંતિ જાળવવી. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે, બિનજરૂરી ખર્ચથી બચવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવા માટે અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જીવનસાથી સાથે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો ઉકેલ વાતચીતથી લાવવો પડશે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક લાભની નવી નવી તક લઈને આવી રહ્યો છે. આજે તમને ભાગ્યનો સાથ મળશે જેથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પાર પાડી શકશો. વેપારના વિસ્તરણ માટે નવી યોજનાઓ ઘડાશે અને પ્રવાસના યોગ બની રહ્યા છે જે લાભદાયી રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. પરિવારના સભ્યો સાથે તાલમેલ ઉત્તમ રહેશે અને સંતાન તરફથી સુખ મળશે. રોકાણ માટે આજનો દિવસ શુભ છે પરંતુ ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. 

મકરઃ

મકર રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આજે કાર્યસ્થળે જવાબદારીઓ વધશે જેના કારણે વ્યસ્તતા વધુ રહેશે, પરંતુ પરિણામ સંતોષકારક મળશે. આર્થિક આયોજન મજબૂત બનાવવાની જરૂર છે, બજેટ મુજબ ચાલવું હિતાવહ રહેશે. પરિવારમાં કોઈ સભ્ય સાથે વિવાદ ટાળવા મૌન રહેવું વધુ યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. થાક અને અનિદ્રા જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે, પૂરતો આરામ લેવો. ધૈર્ય અને શાંતિથી લીધેલા નિર્ણયો લાંબા ગાળે મોટો ફાયદો કરાવશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારી નવી વિચારસરણી અને રચનાત્મકતા તમને અન્ય લોકોથી અલગ તારવશે. વ્યવસાયમાં નવા કરાર કે પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા છે જે આવકના નવા સ્ત્રોત ઊભા કરશે. મિત્રો અને શુભેચ્છકો તરફથી મહત્વપૂર્ણ સહાય મળશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે અને સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ હળવી કસરત ચાલુ રાખવી. કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે જ્યાં તમારો પ્રભાવ વધશે. ઘર, ગાડી કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, મહત્વના કાર્યોમાં થોડો વધુ પ્રયત્ન કરવો પડશે. ખર્ચાઓ અણધાર્યા વધી શકે છે તેથી નાણાકીય સંચાલન પર વિશેષ ધ્યાન આપવું. કાર્યક્ષેત્રમાં શાંતિથી કામ કરવું અને ભાવુક થઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો. પરિવારનું વાતાવરણ સહકારપૂર્ણ રહેશે અને જૂની ચિંતાઓ ઓછી થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે અને અભ્યાસમાં પ્રગતિ જણાશે. માનસિક ચિંતા દૂર કરવા માટે ઈષ્ટદેવની આરાધના કરવી ઉત્તમ રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરી શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.