Tue Oct 06 2026

Logo

શુક્ર દેવ થયા મહેરબાન! પાંચ રાશિઓને થશે જબરદસ્ત લાભ; અટકેલા કામો પૂર્ણ થશે અને મળશે સારા સમાચાર

2026-09-30 17:53:48
Author: Darshana Visaria
શુક્ર દેવ થયા મહેરબાન! પાંચ રાશિઓને થશે જબરદસ્ત લાભ; અટકેલા કામો પૂર્ણ થશે અને મળશે સારા સમાચાર

જ્યોતિષશાસ્ત્રમાં સુખ, વૈભવ, પ્રેમ, સુંદરતા અને ઐશ્વર્યના કારક ગણાતા શુક્ર દેવે પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કર્યું છે. શુક્ર પોતાની રાશિમાં અત્યંત બળવાન સ્થિતિમાં બિરાજમાન રહીને માલવ્ય રાજયોગ જેવો શુભ પ્રભાવ ઉત્પન્ન કરે છે. આ ગોચર છઠ્ઠી નવેમ્બર સુધી તુલા રાશિમાં રહેવાનું છે, જેનો લાભ આગામી દિવસોમાં કેટલીક ચોક્કસ રાશિઓને ભરપૂર પ્રમાણમાં મળશે.

શુક્રના આ સ્વરાશિ ગોચરથી ખાસ કરીને તુલા, ધન, મકર, કુંભ અને કન્યા રાશિના જાતકોને મોટો આર્થિક લાભ થશે તેમજ પ્રેમજીવન, કરિયર અને પારિવારિક સુખ-શાંતિમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ચાલો જોઈએ આખરે કઈ છે પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આ સમયગાળો અપરંપાર લાભદાયી સાબિત થઈ રહ્યો છે.... 

તુલાઃ

તુલા રાશિના જાતકોને શુક્ર તમારી જ રાશિમાં હોવાથી તમારા વ્યક્તિત્વમાં અનોખું આકર્ષણ જોવા મળશે. કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને વ્યાવસાયિક સ્તરે મોટો નાણાકીય ફાયદો થઈ શકે છે. પરિવાર અને જીવનસાથી સાથે આનંદદાયક સમય પસાર થશે તેમજ વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આ ગોચર આવકના નવા રસ્તા ખોલશે. અગાઉ કરેલા રોકાણોમાંથી ઉત્તમ વળતર મળશે, જેનાથી આર્થિક ચિંતાઓ દૂર થશે અને આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં માંગલિક અને ખુશીનો માહોલ રહેશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો. ઘર-દુકાન ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. 

મકરઃ

મકર રાશિના જાતકોને વેપાર-ધંધામાં અણધાર્યા સારા પરિણામો મળશે. જો કોઈ મહત્વનો સોદો લાંબા સમયથી અટકેલો હતો, તો તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આવક અને બચત વચ્ચે સંતુલન જળવાઈ રહેશે તેમજ અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. ઘર-પરિવારમાં આ સમયે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

કુંભઃ

કુંભ રાશિના જાતકોના જીવનમાં આ સમયે અપરંપાર સફળતા આવશે. જો નોકરી કે વ્યવસાયમાં અડચણો આવી રહી હતી, તો હવે તમામ વિઘ્નો દૂર થઈને પરિસ્થિતિ અનુકૂળ બનશે. કાર્યસ્થળ પર કામ કરવાની મજા આવશે અને સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારમાં ઝડપી ગ્રોથ જોવા મળશે અને ટૂંક સમયમાં કોઈ મોટો શુભ સંદેશ મળી શકે છે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ સાબિત થશે. આ સમયે નવી નોકરી શોધવા કે જોબ સ્વિચ કરવા માટે આ ઉત્તમ સમય સાબિત થશે. સારી કંપનીમાંથી આકર્ષક ઓફર મળી શકે છે. થોડા ખર્ચાઓ વધશે છતાં નાણાકીય આવક સારી રહેવાથી તણાવ મુક્ત રહી શકશો અને અટકેલા સરકારી કે ખાનગી કામો પૂરા થશે.