Tue Oct 06 2026

Logo

આકસ્મિક ધનલાભનો માસ્ટર રાહુ બદલશે ચાલ! જાણો કઈ રાશિઓને થશે બમ્પર ફાયદો...

2026-10-05 16:35:36
Author: Darshana Visaria
આકસ્મિક ધનલાભનો માસ્ટર રાહુ બદલશે ચાલ! જાણો કઈ રાશિઓને થશે બમ્પર ફાયદો...

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ, રહસ્યમય અને આકસ્મિક પરિવર્તન લાવનારા ગ્રહ તરીકે ગણવામાં આવે છે. રાહુ જ્યારે પોતાની ચાલ બદલે છે ત્યારે જાતકોના જીવનમાં અણધાર્યા વળાંકો, નવી મહત્વકાંક્ષાઓ અને અચાનક મોટી ભૌતિક ઉપલબ્ધિઓનું નિર્માણ થાય છે.

કુંભ રાશિમાં લાંબો સમય વિતાવ્યા બાદ પાંચમી ડિસેમ્બર, 2026ના રોજ રાહુ શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિની રાશિમાં રાહુનું આ પરિભ્રમણ તમામ 12 રાશિઓ પર ઊંડી અસર પાડશે, પરંતુ 3 ખાસ રાશિઓ માટે આ ગોચર કરિયરમાં ઉન્નતિ, અટકેલા નાણાંની પ્રાપ્તિ અને આકસ્મિક ધનલાભ લઈને આવી રહ્યું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષઃ

મેષ રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર કરિયરના મોરચે મોટો ઉછાળો લાવશે. નોકરીમાં અચાનક કોઈ મોટી જવાબદારી, પ્રમોશન અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કમાન મળી શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારો વિકલ્પ મળશે. વેપારમાં પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધશે, જે ભવિષ્યમાં મોટો આર્થિક નફો કરાવશે. જોકે, અતિ લોભમાં આવીને કોઈપણ જોખમી નિર્ણય ન લેવાની સલાહ છે.

સિંહઃ

સૂર્યની રાશિ સિંહના જાતકો માટે રાહુ સ્પર્ધાઓ અને પડકારો સામે અડગ ઊભા રહેવાની અદભુત ક્ષમતા આપશે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ વધવા છતાં તમે તમારી મજબૂત રણનીતિથી સૌને પછાડી શકશો. નોકરી કરતા લોકોને પ્રમોશન કે મનપસંદ પદ મળી શકે છે. બિઝનેસમાં ડિજિટલ માર્કેટિંગ અને 'આઉટ ઓફ ધ બોક્સ' આઈડિયાઝ અપનાવવાથી જંગી ફાયદો થશે. નાણાકીય વ્યવહારોમાં કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.

મીનઃ

ગુરુની રાશિ મીનના જાતકો માટે રાહુનું ગોચર આર્થિક સમૃદ્ધિનું નવું દ્વાર ખોલશે. નોકરીયાત વર્ગની આવકમાં વધારો થશે અને સાઈડ ઈન્કમ (વધારાની આવક) ના નવા રસ્તા ખુલશે. લાંબા સમયથી ફસાયેલા કે અટકેલા પૈસા પરત મળવાના મજબૂત યોગ છે. જૂના મિત્રો, સાથીદારો કે વ્યવસાયિક નેટવર્કિંગ દ્વારા એવા પ્રોજેક્ટ્સ હાથ લાગશે જે આગળ જતાં મોટો આર્થિક ફાયદો કરાવશે.