Thu Oct 08 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (05-10-2026): આજે વૃષભ અને ધન રાશિના જાતકોનું ભવિષ્ય ચમકશે, જ્યારે આ ત્રણ રાશિ માટે પણ રહેશે સફળતાનો યોગ

2026-10-05 00:01:00
Author: Mumbai Samachar Team
આજનું રાશિફળ (05-10-2026): આજે વૃષભ અને ધન રાશિના જાતકોનું ભવિષ્ય ચમકશે, જ્યારે આ ત્રણ રાશિ માટે પણ રહેશે સફળતાનો યોગ

મેષ

નાણાકીય બાબત પર આજે વધુ ધ્યાન આપવાની જરૂર છે. ખોટો ખર્ચ વધી શકે છે, માટે પહેલ બજેટ પર નજર રાખવા સલાહ છે. નાણાકીય સ્થિરતા માટે ભવિષ્યની સુરક્ષા યોજના પર ધ્યાન આપવું. ઓફિસમાં જવાબદારી વધી શકે છે. ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવવું પડશે. કોઈની ટીકાનો તાત્કાલિક ઉત્તર આપાવાનું ટાળજો ઓફિસમાં સાથીઓ સાથે મધુર સંબંધો જાળવી રાખો. અધૂરાં કાર્યો પૂરા કરવા પર ધ્યાન આપવાની જરૂર છે.

વૃષભ

આજે તમે બચત વધારવા અને રોજિંદા ખર્ચ પર નિયંત્રણ મેળવવા વિશે વિચારશો. નાણાકીય દ્રષ્ટિએ આજે ઉપયોગી ચર્ચા થઇ શકે છે. પુરી જાણકારી મેળવ્યા વિના કોઈને ઉધાર આપશો નહીં, નહીતો રૂપિયા ગુમાવશો. કોઈ નવું કાર્ય શરુ કરતા પહેલા બાકી રહેલા વચનો પર ધ્યાન આપવાની સલાહ છે. તમારા વાક્ચાતુર્યથી આજે તમને ફાયદો થઇ શકે છે. ઓફિસમાં ઉપરીઓ, ગ્રાહકો અને સહકર્મીઓ સાથે વાતચીતમાં નવી તકો પ્રાપ્ત થઇ શકે. તમારો શાંત અને ધીરજપૂર્ણ અભિગમ ઓફિસમાં તમને સફળતા અપાવશે.

મિથુન

આજે ઘર અને પરિવારની જરૂરિયાતો આસપાસ નાણાકીય બાબતો નિર્ભર રહેશે. મોજમજા અથવા ઘર પાછળ ખર્ચ વધવાની શક્યતા છે. નાણાકીય બાબતોમાં લાગણીશીલ બનીને નિર્ણયો નહીં લેવાની સલાહ છે. આજે, તમને પોતાને સાબિત કરવાની ઈચ્છા થશે, પણ ઉતાવળમાં ભૂલો કરવાથી બચવું. આજે કોઈ નવો વિચાર અમલમાં મૂકી શકો છો. હાથમાં એક કરતાં વધુ કામ હોય તો જરૂરી કામ પહેલા પૂર્ણ કરો. સંતુલન બનાવીને કર્યો કરવાથી સફળતા મળશે.

કર્ક

આજે તમારું લક્ષ્ય આર્થિક સુરક્ષા વધારવા પર રહેશે. આજે તમે કોઈ પણ કાર્યમાં તાત્કાલિક પરિણામ મેળવવા ઉતાવળા બની શકો છો. સમજ્યા-વિચાર્યા વિના નાણાંકીય રોકાણ કે ખર્ચ કરવાથી બચવાની સલાહ છે. આજનો વિચાર કરવાને બદલે ભવિષ્યનો વિચાર કરીને નિર્ણયો લો. આજે, ઓફિસના રાજકારણની તમારા પર ભાવનાત્મક અસર થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રે નાનો-મોટો વિવાદ થઇ શકે છે. કોઈ પણ વાત પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાથી બચવાની સલાહ છે. તમારી લોકોને સમજવાની કળાને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં આસાનીથી માર્ગ કાઢી શકશો.

સિંહ

આજે, તમારા આર્થિક નિર્ણયો ગુપ્ત રાખવાની સલાહ છે. ફાલતુ ખર્ચાઓથી બચવાની સલાહ છે. બીજાને ખુશ કરવા અથવા દેખાડો કરવા કોઈ આર્થિક જોખમ ઉઠાવવાથી બચવાની સલાહ છે. આજે, કાર્યક્ષેત્રે તમારે ધૈર્ય જાળવવું પડશે. તમારે એવી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં બીજાની નજર ન પડી હોય. આજે કરેલી મહેનત ભવિષ્યમાં સારું ફળ આપશે તેનો ભરોસો રાખવો. મોટા અધિકારીઓની સાથે સન્માનપૂર્વક વાત કરવી.

કન્યા

આજે તમે નાણાકીય બાબતોમાં ઘન સજાગ રહેશો. બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવા આજનો દિવસ સારો છે. ઝીણવટપૂર્વક કામ કરવાની તમારી આદત આજે લાભદાયક ઠરશે. આજે કોઈ જૂની ભૂલ તમે પકડી પાડશો. ઓફિસમાં તમે નવી કાર્યપદ્ધતિનું સૂચન કરી કરશો, જે બધાને ગમશે. આજે, તમને સાથીઓની મદદ મળશે. જૂના એગ્રીમેન્ટ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

તુલા

આજે નાણાકીય બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કોઈ નવી ખરીદીના નિર્ણય પર ફેરવિચાર કરવાની જરૂર પડી શકે છે. તમારા ગ્રહયોગો તમને વાતચીતો, કરારો અને ટીમવર્ક મદદ કરે તેવા છે. તમારી વાત અસ્પષ્ટ રીતે કહેવાને બદલે સીધી રીતે કહેવાથી વધુ અસરકારક સાબિત થશે. ઓફિસના જૂના સંપર્કો સાથે ફરીથી જોડતા પહેલા સ્પષ્ટતા મેળવી લેવાની સલાહ છે.

વૃશ્ચિક

આજે ખર્ચ કરવાને બદલે બચત કરવાનું મન થશે, પરંતુ અચાનક આવી પડેલા ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર પડશે. લેણદેણમાં નાણાકીય જોખમ ન ઉઠાવવાની સલાહ છે. કાર્યક્ષેત્રે આજે ધીરજ અને મન શાંત રાખવાની જરૂર પડી શકે છે. પ્રશંસાની અપેક્ષા વિના કામ કરતા રહેવાની સલાહ છે. નિયમ પ્રમાણે કામ કરવાની તમારી આદતને કારણે વિવાદોથી બચી શકશો.

ધન

તમારી પહેલા કરેલી મહેનતને કારણે તમને આજે ફાયદો થઇ શકે છે. અન્યોની જાણકારી મુજબ કામ કરતા પહેલા સ્વયં તપાસ કરી લેવાની સલાહ છે. દોસ્તી અને નાણાંની ભેળસેળ કરવી નહીં, નુકસાન થઇ શકે છે અને સંબંધો બગડી શકે છે. અનુભવી લોકો સાથે વિચારોની આપ-લે કરવાથી ફાયદો થશે. પોતાનાથી અલગ વિચારો મન પર લેવા નહીં. પોતાની જવાબદારો પ્રામાણિકતાથી પુરી કરવી.

મકર

આજે તમારું ધ્યાન કરિયર અને ભવિષ્યની યોજનાઓ પર રહેશે. દેવું ઓછું કરવા અને નાણાકીય સ્થિતિ મજબૂત કરવા વિશે તમે આજે વિચારશો. બીજાના દબાણમાં આવીને કોઈ નિણર્યો ન લેવાની સલાહ છે. ઓફિસમાં કામ અને જવાબદારી બંને વધી શકે છે. ઉપરી અધિકારીઓ તમારી મહેનત પર નજર રાખી રહ્યા છે, ભલે તેઓ તરત પ્રશંસા ન કરે. ઓફિસમાં રાજકારણથી દૂર રહેવાની સલાહ છે. વાતચીત કરવામાં શાંતિ રાખવી.

કુંભ

આજે તમે કમાણી કરવાના નવા રસ્તાઓ વિશે વિચાર કરશો. અજાણી યોજનાઓમાં રોકાણ કરવાથી નુકશાન થઇ શકે છે. કોઈ કરાર પર સહી કરતા પહેલા શરતો અને નિયમોની જાણકારી મેળવી લેવાની સલાહ છે. કરિયરમાં પરિવર્તન લાવવાનો વિચાર આવી શકે છે. નવા વિચારો ઉપયોગી સાબિત થશે પણ તેને લાગુ કરવામાં ઉતાવળ કરવી નહીં. જેટલું પૂર્ણ કરી શકો તેટલું જ વચન આપવાની સલાહ છે.

મીન 

આજે નાણાકીય બાબતોમાં અનુશાસન જાળવવાની જરુર છે. જૂના વચનો પર પૂર્ણ કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. તમારો નાણાં ક્યાં ખર્ચાઈ રહ્યા છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. જરૂરી ચૂવણીઓ ટાળવી નહીં. કાર્યક્ષેત્રે કોઈ ઉતાવળિયા પગલાં લેવાનું કે પોતાના ઉપર દબાણ લાવશો નહીં. જૂના અનુભવોમાંથી શીખીને અને સાથીઓ સાથે વાત કરીને આગળ વધવાની સલાહ છે. ઓફિસના તણાવનો ગુસ્સો ઘરમાં ન નીકળે તેનું ધ્યાન રાખો.