Sat Sep 05 2026

Logo

શિક્ષિકાએ થપ્પડ મારતાં 6 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત, લથડીને સીધો શિક્ષિકાના ખોળામાં પડ્યો, જુઓ વીડિયો

2026-08-21 11:01:00
Author: Mayur Patel
શિક્ષિકાએ થપ્પડ મારતાં 6 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત, લથડીને સીધો શિક્ષિકાના ખોળામાં પડ્યો, જુઓ વીડિયો

વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમમાં એક સ્કૂલમાં 6 વર્ષના બાળકના રહસ્યમય મોતથી લોકો ચોંકી ઉઠ્યા હતા. સ્કૂલમાં શિક્ષિકાએ હોમવર્ક ન કરવા પર બાળકને થપ્પડ મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. બાળક લથડીને સીધો શિક્ષિકાનો ખોળામાં પડ્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. બાળકનું મોત હાર્ટ એટેકથી થયાનું સામે આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો

વિશાખાપટ્ટનમની આ ઘટના શહેરની લિટલ ગાર્ડન સ્કૂલની હોવાનું કહેવાય છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બાળક કલાસમ અન્ય વિદ્યાર્થીઓ સાથે લાઈનમાં ઊભેલો જોવા મળે છે. ફૂટેજ મુજબ, બાળક ડરેલું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ શિક્ષક તેના યુનિફોર્મને સરખો કરતા નજરે પડે છે. આ દરમિયાન બાળક રડવા લાગે છે અને શિક્ષક તેને કથિત રીતે એક લાફો મારે છે. લાફો વાગતાં જ બાળક તરત જ શિક્ષક પર ઢળી પડે છે.

આ ઘટના બાદ શાળામાં અચાનક દોડધામ મચી ગઈ હતી. બાળકને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ બાળકના માતા-પિતા અને સંબંધીઓ શાળાએ પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજ જોયા બાદ પરિવારે શાળા વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને શાળા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

પરિવારે શિક્ષિકાએ થપ્પડ મારતાં તેમના બાળકની તબિયત લથડી અને તેનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, પ્રાથમિક માહિતીમાં બાળકના મોતને શંકાસ્પદ હાર્ટ એટેક સાથે જોડવામાં આવી રહ્યું છે. બાળકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

પોલીસે શું કહ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં હાલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. બાળકના મોતના કારણોની પુષ્ટિ માટે તબીબી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ, પરિવાર સતત શિક્ષિકા અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ફરી એક વખત શાળાઓમાં નાના બાળકોની સુરક્ષા અને શિક્ષકોના વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.