Fri Sep 04 2026

Logo

સની દેઓલના 'ઢાઈ કિલો કા હાથ' ડાયલોગને ઈશાએ આપ્યો મજેદાર ટ્વીસ્ટ, વીડિયો ફેન્સને પસંદ આવ્યો

2026-08-20 21:17:03
Author: Mumbai Samachar Team
સની દેઓલના 'ઢાઈ કિલો કા હાથ' ડાયલોગને ઈશાએ આપ્યો મજેદાર ટ્વીસ્ટ, વીડિયો ફેન્સને પસંદ આવ્યો

મુંબઈ: જાણીતી અભિનેત્રી કમ રાજકારણી હેમા માલિનીની દીકરી અભિનેત્રી ઈશા દેઓલે આ વર્ષે સની દેઓલ માટે રક્ષાબંધનને ખાસ બનાવવા માટે એક મજેદાર રીત શોધી લીધી હતી. તેણે સની દેઓલની ફિલ્મ 'દામિની'ના હીટ ડાયલોગ્સ 'ઢાઈ કિલો કા હાથ'ને એક મજેદાર ટ્વીસ્ટ આપ્યો જેને જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. ઈશા એક ડિલિવરી એપની જાહેરાતમાં જોવા મળી હતી, જેમાં તેણે 'ઢાઈ કિલો કા હાથ' ડાયલોગને રક્ષાબંધનના હિસાબથી એક જોરદાર ટ્વીસ્ટ આપ્યો જેને જોઈ ફેન્સ પણ ખુશ થયા હતા. 

આ વીડિયોએ સની દેઓલના ચાહકો માટે જૂની યાદો તાજી કરી હતી. ઈશા દેઓલ કહે છે કે 'જ્યારે ભાઈનો ઢાઈ કિલો કા હાથ ઉપડે છે તો તમે બધા ઉપડી જાય છો તાળીઓ વગાડવા માટે. પરંતુ આ હાથ એટલો મહાન કેમ છે? તે અમને પ્રોફેસર કહેશે. ત્યાર બાદ જાહેરાતમાં 'ઢાઈ કિલો કા હાથ' સાથે પ્રયોગ કરીને એક જોરદાર ટ્વીસ્ટ આપીને બતાવવામાં આવે છે, જે અત્યંત રસપ્રદ છે. વીડિયોમાં ઈશા દેઓલ ભાઈ સની દેઓલ માટે એક અઢી કિલોની રાખડી મંગાવે છે, જેને તે ખુશી સાથે બતાવી રહી છે.

ચાહકોએ આપી રસપ્રદ પ્રતિક્રિયા 

આ વીડિયો એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં ચાહકોની ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. એકે લખ્યું 'આજ સુધીનો બેસ્ટ વીડિયો.' અન્ય એક કમેન્ટમાં 'ખૂબ જ સુંદર જાહેરાત છે,' એકે લખ્યું હતું કે 'ભાઈ અને બહેનનું પ્રેમાળ બોન્ડિંગ.' અન્ય એક કમેન્ટમાં લખ્યું હતું, 'સની પાજીનો ઢાઈ કિલો કો હાથ અને ઈશાની ઢાઈ કિલોની રાખડી, વારસો આને જ કહેવાય.'

સનીને હંમેશાં સાથ આપે છે બહેન ઈશા 

ઈશા દેઓલ સની દેઓલની સાવકી બહેન છે પણ તે હંમેશાં એકબીજાને સાથ આપે છે. હાલમાં જ ઈશાએ ભાઈની ફિલ્મ 'બટવારા 1947'ના વખાણ કર્યા હતા. આ પહેલા પણ સની દેઓલની ફિલ્મોને સપોર્ટ કરતી અને તેની સ્ક્રિનિંગમાં પણ જોવા મળી હતી. તેણે 'બોર્ડર 2'ની સ્ક્રીનિંગ પણ રાખી હતી. 

બાળપણથી જ ભાઈઓ સાથે મજબૂત સબંધ 

ઈશા દેઓલે ઘણીવાર કહ્યું કે તેનો સની અને બોબી બંને ભાઈઓ સાથે મજબૂત સબંધ છે અને તે બંનેને બાળપણથી જ રાખડી બાંધે છે. ઈશાએ કહ્યું હતું કે લોકો તેમના સબંધો વિશે જાણવા માંગે છે, પણ તે દુનિયાને જણાવવાનું જરૂરી સમજતી નથી. ઈશા, ધર્મેન્દ્ર અને તેની બીજી પત્ની હેમા માલિનીની દીકરી છે. 

ધર્મેન્દ્ર પરિણીત હોવા છતાં તેણે બીજીવાર લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યા હતા, જેનાથી તે સની, બોબી સિવાય બે દીકરીઓ અજિતા અને વિજેતાના પિતા બન્યા હતા. ધર્મેન્દ્રના બીજા લગ્ન બાદ દેઓલ પરિવારમાં સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી પણ હવે તેમના સંબધો સુધર્યા છે તેવી જાણકારી મળી હતી.