Sun Aug 23 2026

Logo

મૂલ્યવર્ધન અને બજારનાં વિકેન્દ્રીકરણ કરી મુક્ત વેપાર કરારનો ઉપયોગ કરવા ઉદ્યોગને હાકલ

2026-08-20 19:48:24
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ઉત્પાદન પ્રવૃત્તિને વેગ આપીને વિશ્વ વેપારમાં ભારતનું સ્થાન મજબૂત બનાવવા માટે પુરવઠાની સ્થિર વૅલ્યૂતેઈન જાળવવાની સાથે મૂલ્યવર્ધન અને નિકાસ બજારોનું સક્રિયપણે વિકેન્દ્રીકરણ કરીને મુક્ત વેપાર કરારનો ઉપયોગ કરવા સરકારે ઉદ્યોગને હાકલ કરી છે. 

ભારતે કરેલા તમામ વેપાર કરાર પર સહીસિક્કા એક દરવાજો છે અને આ દરવાજા એવા છે કે આપોઆપ નહીં ખૂલે ઉદ્યોગે એ દરવાજા સુધી જવું પડશે, એમ વાણિજ્ય વિભાગનાં સચિવ યશ્વીર સિંહે જણાવતાં ઉમેર્યું હતું કે ઉદ્યોગે મુક્ત વેપાર કરારનો ઉપયોગ માટે બજારના એક્સેસનું વિસ્તરણ કરવું પડશે, રોકાણો અને ટેક્નોલૉજી આકર્ષવા પડશે, પુરવઠા ચેઈન વિકેન્દ્રિત કરવી પડશે અને વૈશ્વિક આંચકાઓ ખમી શકે તેવી ઉત્પાદનની ઈકોસિસ્ટમ અર્થાત્‌‍ યંત્રણા ગોઠવવી પડશે. 

આપણી મહત્ત્વકાંક્ષા માત્ર વૈશ્વિક ઉત્પાદનમાં સહભાગી થવાની નહીં, પરંતુ ભારતને વિશ્વસનીય, સ્પર્ધાત્મક અને વૈશ્વિક વૅલ્યૂ ચેઈનમાં ભારતને વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે બનાવવાની હોવાનું અત્રે યોજાયેલી મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવને સંબોધતા તેમણે જણાવ્યું હતું. 

તમારી સમક્ષ સૂચનો નહીં, પરંતુ પાંચ આવશ્યકતાઓ અથવા તો વ્યૂહાત્મક જવાબદારીઓ રજૂ કરું છું. જેમાં સૌ પ્રથમ તો મુક્ત વેપાર કરારમાં રોકાણ કરો, ઓરિજિનની આવશ્યકતા અંગેનાં નિયમો સમજો, પસંદગીનાં ટૅરિફની લાયકાત માટેની અનુરૂપ સપ્લાય ચેઈન ગોઠવો, ડ્યૂટીની બચત વાસ્તવિક છે. સ્પર્ધાત્મકતાના લાભ તાત્કાલિક મળશે આથી વૅલ્યૂ ચેઈનને આગળ લાવો, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતની કુલ નિકાસમાં કેપિટલ ગૂડ્સનો હિસ્સો જે વર્ષ 2014માં 13 ટકાનો હતો તે હવે વધીને 19 ટકા થયો છે, પરંતુ તે હજુ વધવો જોઈએ. આ સાથે તેમણે ચીનનું અપસ્ટ્રીમ મટિરિઅલમાં ધ્યાન કેન્દ્રિત કરવું વિશ્વ માટે જોખમ હોવાથી સપ્લાય ચેઈન સ્થિતિસ્થાપક બનાવવાનું આહ્વાન કર્યું હતું. ભારત માટે મહત્ત્વપૂર્ણ ખનીજોમાં, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ, સ્થાનિક ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સમાં રોકાણ કરવાની તક છે. આપણે સુરક્ષિત કરીએ છીએ તે દરેક સપ્લાય ચેઈન એક ચોક પૉઈન્ટ છે જેને આપણ સ્થિર કરીએ પછી બજાર વિકેન્દ્રિત કરીએ, એમ તેમણે ઉમેર્યું હતું. 

ભારતે ઓમાન, ન્યૂઝીલેન્ડ અને મોરેશિયસ સાથે કરાર કર્યા હોવાથી અખાતી દેશો અને પૂર્વ આફ્રિકામાં કોરિડોર ખોલ્યા છે જે અગાઉ પસંદગીની શરતો સાથે પણ અપ્રાપ્ય હતા અને પાંચમું ધોરણોનુસાર કામ કરો. જે દેશ ટેક્નિકલ ધોરણો પર સવારી કરે છે તે બજારનો માલિક છે. ભારતે પ્રમાણભૂત લેનારથી પ્રમાણભૂત બનવાની દિશામાં આગળ વધવું જોઈએ. યુપીઆઈ, ઓએનડીસી અને ભારતનેટ એ સાર્વભૌમ ધોરણે ભારત શું પ્રાપ્ત કરી શકે છે તે તેનાં પ્રારંભિક સંકેતો હોવાનું જણાવતા તેમણે હવે ઉદ્યોગને સ્કેલ તૈયાર કરવા જણાવ્યું હતું. 

તેમણે ચીન ઉપરાંત એક નહીં, પરંતુ આપણે ભારતને એક વિશ્વસનીય ભાગીદાર, સ્થિતિસ્થાપક ઉત્પાદક અને વૈશ્વિક વિકાસનું આગામી એન્જિન બનાવવા માટે ઉદ્યોગને અનુરોધ કર્યો હતો. વધુમાં વૈશ્વિક અનિશ્ચિતતા અંગે તેમણે કહ્યું હતું કે મહત્ત્વનાં ખનીજો પરનાં પ્રતિબંધને શસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે અને ટેક્નોલૉજીનાં બિંદુઓને ઈરાદાપૂર્વક બનાવવામાં આવી રહ્યા છે અને વેપાર હવે એક આર્થિક સાધન નથી તે ભૌગોલિક રાજ્યકલાનું એક સાધન બની ગયું છે. આ પરિવર્તનનાં પરિણામો ઉત્પાદન અને મહત્ત્વપૂર્ણ એવી વૈશ્વિક સપ્લાય ચેઈન પર સ્પષ્ટ રીતે દેખાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.