Sat Aug 29 2026

Logo

કેનેડામાં એડમંટનના ગુરુદ્વારામાં છરાબાજી, લગ્ન સમારોહ પહેલા પ્રાર્થના દરમ્યાન બે લોકો ઘાયલ

Ottava   2026-08-22 10:51:00
Author: Mumbai Samachar Team
કેનેડામાં એડમંટનના ગુરુદ્વારામાં છરાબાજી, લગ્ન સમારોહ પહેલા પ્રાર્થના દરમ્યાન બે લોકો ઘાયલ

ઓટાવાઃ કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં સ્થિત એડમંટન શહેરમાં શુક્રવારે ગુરુદ્વારાની અંદર છરાબાજીની ઘટના સામે આવી છે, જ્યાં નાનકસર ગુરુદ્વારા મંદિર પરિસરની અંદર એક અજાણ્યા વ્યક્તિએ બે લોકો પર ચાકૂથી હુમલો કરી દીધો. આ ઘટના ત્યારે થઇ જ્યારે એક વ્યક્તિએ લગ્નની વિધિ પહેલા સવારની પ્રાર્થના (અરદાસ)માં વિધ્ન નાંખ્યું. આ હુમલો સવારે 5 વાગ્યા બાદ એડમંટનના ઉત્તર-પૂર્વી બહારના વિસ્તારમાં સ્થિત નાનકસર ગુરુદ્ધારા મંદિરમાં થયો. 

એડમંટન પોલીસના જણાવ્યા અનુસાર 14 સ્ટ્રીટ અને હોર્સહિલ રોડની પાસે થયેલી આ ઘટનાની સૂચના મળ્યા બાદ સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી લીધી છે.  

તપાસમાં લાગી પોલીસ

પોલીસે હુમલાના હેતુ અંગે કોઇ જાણકારી નથી આપી અને ન તો એ જણાવ્યું કે શું આની તપાસ નફરતથી પ્રેરિત અપરાધ તરીકે કરવામા આવી રહી છે. પોલીસ તપાસમાં લાગી ગઇ છે અને એ શોધી રહી છે કે હકીકતમાં શું થયું અને કેમ થયું

શું છે આખી ઘટના

ગુરુદ્વારા પ્રબંધનના પ્રતિનિધિ હરમીક સહગલના જણાવ્યા અનુસાર એક સંદિગ્ધ વ્યક્તિ સવારે યોજાનારા લગ્નસમારોહ પહેલા ચાલી રહેલી પ્રાર્થના દરમ્યાન ગુરુદ્વારાની અંદર ઘૂસ્યો અને ખલેલ પહોંચાડવા લાગ્યો. તે પ્રાર્થના દરમ્યાન અંદર હંગામો કરવા લાગ્યો. જેનાથી પ્રાર્થના અટકી ગઇ.

પ્રાર્થના કરી રહેલા લોકોનું ધ્યાન ગયું કે તેનો હાવભાવ કોઇ શ્રદ્ધાળુ કે મહેમાન જેવો નહોતો. તેણે જણાવ્યું કે શરુઆતમાં ત્યાં હાજર લોકોએ તેની સાથે વાતચીત કરી સ્થિતિ સંભાળવાની કોશિશ કરી પરંતુ તેણે કોઇ સહયોગ ન કર્યો. તે વ્યક્તિ કોઇની વાત સાંભળવા તૈયાર નહોતો

હુમલા બાદ ભાનમાં હતો પીડિત

જ્યારે તેને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે ધક્કા-મુક્કી શરુ કરી દીધી. જો કે સેવાદારોએ મહામુશ્કેલી બાદ તેને કાબૂમા કરી લીધો અને તરત પોલીસને સૂચના આપી.