મુંબઈઃ ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન-2' થિયેટર્સમાં સારી ચાલી રહી છે. ફિલ્મે તાજેતરમાં કમાણીના મામલે 100 કરોડનું ક્લેક્શન કરી લીધું છે. વાવડ એવા મળી રહ્યા છે કે, હવે ફિલ્મનો ત્રીજો ભાગ આવશે. આ ફિલ્મમાં જે રીતે સ્ટોરી છેલ્લે ઈમરાન પર આવીને એટકે છે એ જ સ્ટોરીને દિશા આગળ વધારી શકે છે. ભારતીય સ્ક્રિન પરથી પણ 'આવારપન-2'ને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વીકએન્ડમાં ફિલ્મે સારી એવી કમાણી કરી હતી.ફિલ્મની સ્ટોરીને લઈને ઈમરાન ત્રીજો ભાગ આવશે એવો ઈશારો પણ કરી ચૂક્યો છે.
લેખકે શૅર કરી ત્રીજા પાર્ટની વાત
હવે ફિલ્મના રાઈટર બિલાલ સિદ્દીકીને આ વિષય પર એક અપડેટ શેર કરી છે. સિદ્દીકીએ 'આવારપન-2'માં સ્ટોરીમાં શબાનાના ટ્રેક અંગે વાત કરતા કહ્યું કે, ફિલ્મમાં શબાના આઝમીનું પાત્ર જબરદસ્ત રીતે સ્ટ્રોંગ બતાવાયું છે. આને સ્ક્રિન પર જોઈને ફેન્સને એક શોક લાગ્યો છે. આખુ નેટવર્ક શબાનાના ઈશારે ચાલે છે અને મુખ્ય પાત્રને પણ શબાના જ મેનુપુલેટ કરે છે. પણ આનો અહેસાસ મુખ્ય પાત્રને ફિલ્મમાં ક્યાંય થયો નથી. આ પાત્રને એક મોટા હેતું કે ટાર્ગેટ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક ક્રુર કહી શકાય એવું પાત્ર છે. ત્રીજાભાગ માટે મેં અત્યારે પ્રોડ્યુસર સાથે ખાસ કોઈ વાર્તાલાપ કર્યો નથી. અમારી વચ્ચે માત્ર વાતો થઈ રહી છે. મારે એમને પૂછવું પડશે કે, ફિલ્મને લઈને એમનો પ્લાન શું છે. અમને આશા છે કે, આ વાર્તાને લઈને અમે કંઈક વિચારીશું એ પછી જ કોઈ નિર્ણય લઈશું.પણ ત્રીજો પાર્ટ આવશે તો સૌથી વધારે હું એક્ઝાઈટેડ છું.
આ વિલન સૌથી વધુ ચર્ચામાં
'આવારાપન-2'એ પહેલા કરતા થોડી અલગ સ્ટોરી છે. ઈમરાન હાશમીનો નવો લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેના લૂક પર દિલ ખોલીને વાતો કરી રહ્યા છે. આ ફિલ્મે છ દિવસમાં 107 કરોડનું નેટ ક્લેક્શન અને 128.29 કરોડનું ગ્રોસ ક્લેક્શન કર્યું છે. વર્લ્ડવાઈડ ક્લેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે 153.59 કરોડની સારી એવી કમાણી કરી લીધી છે. ફિલ્મમાં મુખ્ય વિલન ભલે શબાના આઝમી હોય પણ વિલન તરીકે પુરન ગબ્બીની એક્ટિંગના ફેન્સ વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં 'ઝોરાવર'નું પાત્ર તેણે પ્લે કર્યું છે. જે થોડો સનકી શકાય શકાય એ પ્રકારનો વ્યક્તિ બતાવવામાં આવ્યો છે. તેનું આખું નામ હાર્દિક પુરન ગબ્બી છે. હાર્દિકની બહેન પણ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. જેનું નામ વમિકા ગબ્બી છે. પહેલીવાર તેણે શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં કામ કર્યું હતું. આ ફિલ્મથી હાર્દિકને સારૂ એવું પ્લેટફોર્મ મળી રહ્યું છે.