ભોપાલઃ પડોશી રાજ્ય મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. ભોપાલથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓ—શિવરાજસિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ વચ્ચે અચાનક મુલાકાત થઈ હતી. મુદ્દો એ છે કે બંને એક્સ સીએમ હવાઈ યાત્રા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા દિગ્વિજય સિંહની મુલાકાત વચ્ચે થયેલા સંવાદનો વીડિયો વાયરલ થઈ ગયો છે. આ કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.મધ્ય પ્રદેશની રાજનીતિમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓની ચર્ચાએ રાજકીય માહોલ બદલ્યો છે. ભોપાલથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ વચ્ચે મુલાકાત થઈ હતી.
બન્નેની રાજકીય યાત્રા ઘણી લાંબી
ચાલુ ફ્લાઈટમાં બે નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં અનેક વિષયો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બંન્ને નેતાઓ એકબીજા સાથે સહજતાથી વાતચીત કરી રહ્યા છે. આ વાતચીત દરમિયાન અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું જાણવા મળે છે, પણ વિષય શું હતો એ અંગે ખાસ કોઈ જાણકારી મળી નથી.
આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. અનેક લોકો આને રાજકીય દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
શિવરાજસિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના રાજકારણમાં એવા નામ છે, જે રાજકીય યાત્રા ઘણી લાંબી રહી છે. રાજકારણના કેન્દ્રમાં પણ આ બન્ને વ્યક્તિ રહ્યા છે. ખાસ વાત એ છે કે, બન્ને અલગ અલગ રાજકીય પક્ષોમાં પણ ઉચ્ચ પદ પર રહેલા હતા. અનેક એવા રાજકીય મુદ્દાઓને લઈને તેઓ એકબીજા પર ટાર્ગેટ કરતા હતા. આ પછી સાર્વજનિક જીવનમાં બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત અને સંવાદ કોઈ અસામાન્ય વાત નથી.
કોઈ નિવેદન સામે ન આવ્યું
ફ્લાઈટમાંથી સામે આવેલા વીડિયોમાં પણ બન્ને વચ્ચે વાતચીત સહજ હોય એવું લાગી રહ્યું છે. એવામાં માત્ર એક રાજકીય દ્રષ્ટિકોણને જ પ્રાથમિકતા આપવી એ ઉતાવળે કહેલી વાત જેવું થઈ શકે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાગ આ મુલાકાતને લઈ અનેક પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો આને અચાનક થયેલી શુભેચ્છા મુલાકાત ગણી રહ્યા છે. કેટલાક આને રાજકીય સંવાદ માની રહ્યા છે. કેટલાક આને સામાન્ય માની રહ્યા છે. હકીકત એ પણ છે કે, આ મુલાકાત બાદ બન્ને તરફથી ખાસ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. માત્ર વાયરલ વીડિયો પરથી કોઈ રાજકીય ગણતરી કરવી ઉતાવળ હોઈ શકે છે અને ખોટું પણ પડી શકે છે.