કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સઃ રામચરિતમાનસના સર્જક ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ નિમિત્તે દર વરસે ઉજવાતી તુલસી જયંતિની ઉજવણીને આ વરસે વૈશ્વિક બનાવાઈ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં ચાલી રહેલી કથાકાર મોરારી બાપુની નવ દિવસીય રામકથા ‘માનસ ગુરુ પ્રસાદ’ અંતર્ગત બુધવારે તુલસી જ્યંતિ ઉજવવામાં આવી હતી.

આ ઉજવણીના ભાગરૂપે પહેલી વાર તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો ભારતની બહાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં નવ વિશિષ્ટ વિદ્વાનો, આધ્યાત્મિક નેતાઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને આઠ પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
વાલ્મીકિ પુરસ્કાર યૂસી બર્કલેના પ્રોફેસર સૈલી જે. સધરલેન્ડ ગોલ્ડમેન અને પ્રોફેસર રોબર્ટ ગોલ્ડમેનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. વાલ્મીકિ પુરસ્કાર ઓસાકા યુનિવર્સિટીની પ્રોફેસર મડોકા ફુકુઓકાને પણ એનાયત કરવામાં આવ્યો હતો. વ્યાસ પુરસ્કાર કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન સ્ટ્રેટન હોલે, અમેરિકા સ્થિત વિદ્વાન ડૉ. અશ્વિનભાઈ કાંતિલાલ રાજગોર તથા જાણીતા આધ્યાત્મિક વક્તા દેવી ચિત્રલેખા (ભારત)ને એનાયત કરવામાં આવ્યો હતો.
તુલસી પુરસ્કાર યૂટી ઑસ્ટિનના પ્રોફેસર રૂપર્ટ સ્નેલ અને સામુદાયિક નેતા પિયુષભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. રત્નાવલી પુરસ્કાર હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રોફેસર ડાયના એલ. એકને તુલનાત્મક ધર્મ તથા ભારત અભ્યાસના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર કાર્ય બદલ એનાયત કરવામાં આવ્યો હતો. હાર્વર્ડ ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવામાં તેમનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું.
તુલસી જન્મોત્સવ અંતર્ગત 2010થી ગુજરાતના તલગાજરડામાં દર વર્ષે આપવામાં આવતા તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો પ્રથમવાર ભારતની બહાર એનાયત કરવામાં આવ્યા હતા. મોરારી બાપુ દ્વારા 16 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી તુલસી જ્યંતિની ઉજવણીના માધ્યમથી ગોસ્વામી તુલસીદાસજીના સાહિત્યિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ, તેના અર્થઘટન તથા રામકથાની પરંપરાને આગળ વધારવામાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે.

સદીઓ જૂની ભારતીય સાહિત્યિક અને આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક શ્રોતાઓ સાથે સંવાદમાં લાવવા માટે આ વરસે અમેરિકામાં આ એવોર્ડ આપવાનો નિર્ણય મોરારીબાપુ દ્વારા લેવામાં આવ્યો છે. હાર્વર્ડના સેન્ડર્સ થિયેટરમાં યોજાયેલા આ સમારોહમાં સંતો, વિદ્વાનો, કથાકારો, સંગીતકારો, કલાકારો તેમજ શૈક્ષણિક જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ વિવિધ સંસ્કૃતિઓ અને વિષયક્ષેત્રોમાં રામાયણ તથા રામચરિતમાનસ પ્રત્યે સતત વધી રહેલી રુચિને દર્શાવે છે.
આ પ્રસંગે મોરારી બાપુએ કહ્યું, “પત્રં પુષ્પં ફલમ્ મતલબ કે, જેસે પરમાત્મા કે ચરણો મેં હમ કુછ સમર્પિત કરતે હૈ, પુષ્પ ભી ઉસીને ખિલાયે હૈ, પત્ર ભી ઉસીને ટહનિયો કો દીયે હૈ, ફલ ભી ઉસીને લગાયે હૈ. ફિર ભી હમ વહી લેકર ઉસિકો સમર્પિત કરતે હૈ. મૈં અપને હૃદય કે વિચાર પ્રસ્તુત કર રહા હું.
બાપુએ વધુમાં કહ્યું કે, “મેરે મન મેં , મેરે દિલ મેં, ત્રિભુવન કી કૃપા કે કારણ, માઁ સાવિત્રી કે કારણ ઇતની પ્રસન્નતા રહતી હૈ કી મેરે દેશ કઈ વ્યાસપીઠો કી વંદના હો. ઔર ઇસ વંદના કે ઉપક્રમ મેં આજ જિન-જિન મહાનુભાવો કો યે વ્યાસ પુરસ્કાર, વાલ્મિકી પુરસ્કાર, તુલસી પુરસ્કાર ઔર માઁ રત્નાવલી કે નામ સે પુરસ્કાર પ્રદાન કિયા ગયા ઔર આપ સભી ને હમારી વંદના સ્વીકાર કી, ઇસલિયે મેરે સભી સાધુ-સંતો કા આશીર્વાદ લેકર હમ આપકો પ્રણામ કરતે હૈ. હમ આપકી વંદના કરે ઔર આપ 'થેન્ક યૂ' કહે, યહ મુજે રાસ નહીં આતા. ઇસલિયે આપકી પ્રતિક્રિયા, આપકી આંખો સે, આપકે દિલ કી ધડકનો સે મૈ સમજ સકતા હું ઔર આપકો પ્રણામ કરતાં હૂં.