ઍમ્સ્ટલ્વીનઃ નેધરલૅન્ડ્સમાં ભારતે પાકિસ્તાનને એફઆઇએચ મેન્સ હૉકી (Hockey) વર્લ્ડ કપની લીગ મૅચમાં 5-3થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પૂલ-ડી (Pool D)ની આ મૅચમાં ભારત વતી પાંચમાંથી બે-બે ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહ તથા અભિષેકે કર્યા હતા, જ્યારે એક ગોલ વાઇસ કૅપ્ટન હાર્દિક સિંહે કર્યો હતો.
પહેલા બન્ને ક્વૉર્ટરમાં ભારતે સારી શરૂઆત બાદ વર્ચસ્વ જાળવ્યું હતું, પરંતુ પાકિસ્તાને વળતી રમત બતાવીને બાવીસમી, 24મી અને 46મી મિનિટમાં ગોલ કરીને હારથી બચવા પૂરી કોશિશ કરી હતી. જોકે ભારતીયો તેમના ત્રીજા ગોલ પહેલાં પાંચ ગોલ કરી ચૂક્યા હોવાથી પાકિસ્તાન માટે બચવું મુશ્કેલ હતું અને છેવટે એવું જ થયું.
𝗔 𝘄𝗶𝗻 𝘀𝗵𝗮𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝘁𝗵𝗼𝘀𝗲 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝘁𝗵𝗲 𝗻𝗼𝗶𝘀𝗲! 💙
— Hockey India (@TheHockeyIndia) August 19, 2026
After getting the job done against Pakistan, our boys head over to the stands to acknowledge the incredible support. 🙌
Together on the pitch. Together in the stands. Onwards, India! 🏑… pic.twitter.com/LWV9KhtDlp
ભારત વતી હરમનપ્રીતે પાંચમી અને 21મી મિનિટમાં તથા અભિષેકે 11મી અને 24મી મિનિટમાં ગોલ કર્યા હતા. હાર્દિક સિંહનો ગોલ 35મી મિનિટમાં આવ્યો હતો.
પાકિસ્તાન વતી ત્રણમાંથી બે ગોલ હન્નાન શાહિદે બાવીસમી અને 46મી મિનિટમાં કર્યા હતા, જ્યારે તેમનો ત્રીજો ગોલ સુફિયાન ખાન દ્વારા 24મી મિનિટમાં થયો હતો.

ભારતે પ્રથમ મૅચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું, પરંતુ ઇંગ્લૅન્ડ સામેની બીજી મૅચમાં ભારતનો 2-4થી પરાજય થયો હતો.
પાકિસ્તાન બહાર ફેંકાયું
આ જીત સાથે ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં પહોંચી છે. પુલમાં ટીમ ઈન્ડિયાએ ત્રણમાંથી બે મેચ જીતીને 6 પોઈન્ટ મેળવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનને એક પણ જીત મળી નથી. પાકિસ્તાનની ટીમ ત્રણમાંથી બે મેચનો હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે બાકી એક મેચ ડ્રોમાં પરિણમી હતી. ખરાબ પ્રદર્શનને કારણે ટીમ આગળ વધવાનું મુશ્કેલ રહ્યું છે.