નવી દિલ્હી: બિશ્કેકમાં યોજાયેલી 26મી SCO સમિટના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનથી ભારત આવવા રવાના થયા છે.જોકે, આ સમિટના એક ખાસ ફોટોએ સમગ્ર વિશ્વને વિચારતા કરી દીધા છે. જેમાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારે ત્રણ દેશો વચ્ચે ગઠબંધનની ચર્ચાએ અમેરિકાની ચિંતામાં વધારો કર્યો છે.
ભારતની નીતિ કોઈ એક જૂથ સાથે જોડાણ કરવાની નથી
જોકે, આ સમગ્ર મુદ્દા અંગે ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલનો મત છે કે ભારત કોઈ ચોક્કસ બ્લોકમાં જોડાવા માંગતો નથી. તેમજ ભારતની નીતિ કોઈ એક જૂથ સાથે જોડાણ કરવાને બદલે તમામ મુખ્ય શક્તિઓ વચ્ચે સંતુલન જાળવવાની છે. ભારત BRICSનો સ્થાપક સભ્ય છે અને વર્ષ 2017 માં SCO માં જોડાયો હતો. આનો અર્થ એ છે કે ભારત પશ્ચિમી નેતૃત્વથી સ્વતંત્ર રીતે કાર્યરત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સક્રિય છે.
Here are highlights from a productive visit to the Kyrgyz Republic.
— Narendra Modi (@narendramodi) September 1, 2026
The various meetings on the sidelines of SCO Summit will lead to substantive benefits for India.
At the same time, shared a roadmap for the time ahead as the SCO plans for the next 25 years.
Also had a… pic.twitter.com/EsgqDxdiwV
ભારત અમેરિકા ઉપરાંત બિન-પશ્ચિમી રાષ્ટ્રો સાથે જોડાયું
આ ઉપરાંત ભારત વર્ષ 2005 થી અમેરિકા સાથેના મજબૂત સબંધો સાથે બિન-પશ્ચિમી રાષ્ટ્રો સાથે પણ જોડાઈ રહ્યું છે. 'ગ્લોબલ સાઉથ' ના હિતોની ભારતની હિમાયત બિન-પશ્ચિમી દેશોની તુલનામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેના અલગ દ્રષ્ટિકોણનું ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. કંવલ સિબ્બલે જણાવ્યું હતું કે ભારત રશિયા અને ચીન સાથે સહિયારા હિતના મુદ્દાઓની વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા દ્વિપક્ષીય સ્તરે BRICS અને SCOના માળખામાં તૈયાર છે.