(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ તાજેતરમાં સરકાર દ્વારા ખાંડની ઉપલબ્ધિ વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સંગ્રહખોરી ડામવા સહિતનાં પગલાંઓ લેતા મહારાષ્ટ્ર સહિત દેશભરની ખાંડ મિલો પર ભાવઘટાડો આવી રહ્યો હોવાથી આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ હાજર ભાવમાં ક્વિન્ટલે રૂ. 50થી 108નો ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની જળવાઈ રહેલી આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. જોકે, મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 78થી 100ના ઘટાડા સાથે રૂ. 4792થી 4952 અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 108 અને ઉપલા મથાળેથી રૂ. 50ના ઘટાડા સાથે રૂ. 4892થી 5202 આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4700થી 4750માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4800થી 4900 આસપાસ ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.