Mon Sep 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 04 sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-04 07:52:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 04 sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-04 19:24:14

દિલ્હીમાં ભારે વરસાદઃ એરપોર્ટમાં ભરાયા પાણી

દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાયા છે, જેને કારણે ફ્લાઈટ્સ સર્વિસ પર ગંભીર અસર પડી છે. ઈન્ડિગો-એર ઈન્ડિયાએ પેસેન્જર માટે એડવાઈઝરી જારી કરી છે, જ્યારે અમદાવાદ-મુંબઈ સહિત અનેક ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી પડી હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

2026-09-04 14:05:00

ભારતીય વાયુસેનાના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ

ભારતીય વાયુસેના 17 દિવસ સુધી લાંબો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે, જેના માટે NOTAM જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

2026-09-04 11:16:27

નવી મુંબઇથી શ્રીનગર આવેલું ઇન્ડિગોનું વિમાન થાંભલા સાથે ટકરાયું

નવી મુંબઇથી શુક્રવારે સવારે શ્રીનગર એરપોર્ટ પર પાર્કિંગ દરમ્યાન વિઝ્યુઅલ ડોકિંગ ગાઇડન્સ સિસ્ટમ (વીડીજીએસ) ના પોલના સંપર્કમાં આવી. ઘટનામાં વિમાનમાં સવાર તમામ યાત્રી અને ચાલક દળના બધા સભ્યો સુરક્ષિત છે. કોઇના ઘાયલ થવાની સૂચના નથી.

2026-09-04 08:07:59

PM મોદીએ પાઠવી જન્માષ્ટમીની શુભકામના

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટથી જન્માષ્ટમીની શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું, આપ સૌને જન્માષ્ટમીની અનેકાનેક શુભકામનાઓ. ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશાઓમાં નિઃસ્વાર્થ કર્મની અદ્ભુત પ્રેરણા રહેલી છે, જેણે માનવતાનું નિરંતર માર્ગદર્શન કર્યું છે. તેમની ભક્તિ અને ઉપાસનાને સમર્પિત આ પાવન અવસર દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઊર્જા અને શક્તિનો સંચાર કરે, એવી શુભકામના. જયશ્રી કૃષ્ણ.

2026-09-04 07:53:43

રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ઝાપટા પડ્યા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના હતા અને માત્ર ઝાપટા જ પડ્યા હતા.  સોનગઢમાં સૌથી વધુ 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.