Fri Oct 02 2026

Logo

મમતા કુલકર્ણીના ડાન્સનો નવો વીડિયો વાયરલ: આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી

2026-09-27 16:49:12
Author: Mumbai Samachar Team
મમતા કુલકર્ણીના ડાન્સનો નવો વીડિયો વાયરલ: આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી

મુંબઈઃ નેવુંના દાયકાની સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી ચર્ચામાં આવી છે. હાલમાં અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેનો જૂનો અવતાર જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ મમતા સ્પિરિચ્યુઅલ જર્ની માટે ચર્ચાનું કેન્દ્ર બની હતી. તે ભગવા રંગના કપડામાં જોવા મળી હતી. હવે તે એકદમ નવા મોડર્ન અવતારમાં આવી ગઈ છે. હાલમાં જ અભિનેત્રી પોતાના જ એક ગીત 'કોઈ જાએ તો લે આયે મેરી લાખ દુઆએ પાયે' પર નાચતી જોવા મળી હતી. 

મમતા કુલકર્ણીનો નવો વીડિયો વાયરલ 
હાલમાં જ મમતા કુલકર્ણી જયપુરના 14 માં ફિલ્મ ફેસ્ટીવલમાં પહોંચી હતી. આ ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી પોતાના જુના અવતારમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તેને  લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટ દરમિયાન તેની જ ફિલ્મ 'ઘાતક'નું એક ગીત  'કોઈ જાયે  તો લે આયે મેરી લાખ દુઆએ પાયે', ફિલ્મ 'સબસે બડા ખિલાડી'નું ગીત 'ભોલી ભાલી લડકી', ફિલ્મ 'કરણ અર્જુન'નું ગીત 'ભાંગડા પા લે' પરત ડાન્સ કરતા જોવા મળી હતી. 

નવા વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા 
મમતાએ આ ઇવેન્ટના વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. અમુક યુઝર્સે એકટ્રેસના વખાણ કરતા લખ્યું કે 54 વર્ષની ઉંમરમાં પણ મમતા આજની એક્ટ્રેસને ટક્કર આપે છે. અન્ય એક યુઝરે લખ્યું, 'આ તો સન્યાસી બની ગઈ હતી ને?', બીજાએ લખ્યું હતું કે કાશ તે ફિલ્મમાં ફરી આવી જાય.' મમતાની અનેક સોશિયલ મીડિયા પોસ્ટ પર યુઝર્સે ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આપી હતી. 

સન્યાસી બની હતી મમતા 
વર્ષ 2025માં કુંભ મેળા દરમિયાન મમતા કુલકર્ણી સન્યાસી બની ગઈ હતી. તેણે પોતાનું પિંડદાન કરી નામ બદલીને યમાઈ મમતા નંદ ગિરી કરી લીધું હતું. તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર પણ બનાવવામાં આવી હતી, પરંતુ ફેબ્રુઆરી વર્ષ 2025માં અભિનેત્રીએ આ પદથી રાજીનામું આપવાની જાણકારી પણ આપી હતી. સન્યાસી બની ચુકેલી મમતા કુલકર્ણીનું આ મોડર્ન રૂપ જોઈને સોશ્યિલ મીડિયા યુઝર્સ ચોકી ઉઠ્યા છે. 

24 વર્ષ બાદ ભારત પરત ફરી મમતા કુલકર્ણી 
મમતા કુલકર્ણી 24 વર્ષ સુધી દેશની બહાર અને લાઈમલાઈટથી દૂર રહી હતી. વર્ષ 2024 માં તે ભારત પરત ફરી હતી. આટલા વર્ષોમાં અભિનેત્રીનું નામ ડ્રગ્સ કેસમાં સામેલ વિકી ગોસ્વામી સાથે જોડાયું હતું. જો કે અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેનું આ મામલામાં કોઈ કનેક્શન નથી. હવે મમતા ફરી ગ્લેમર વર્લ્ડનો ભાગ બનતી જોવા મળી છે.