મેષ
મેષ રાશિના જાતકો માટે વ્યાવસાયિક ક્ષેત્રે નવો વ્યવસાય કે સાહસ શરૂ કરવા માટે આ સારો સમય રહેશે. જોકે, સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે. મેષ રાશિના જાતકોને ઘર અને કામ બંને બાજુ ધ્યાન આપશે. સવારમાં જરુરી કામકાજને લઈ દોડાદોડી થઈ શકે છે. નોકરીમાં કોઈ જૂની બાબતોને લઈ વાતચીત ચાલી રહી હોય તો લાભ થઈ શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ઉતાવળમાં કામ કરવાથી નુકસાન થઈ શકે છે. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે અને તમારી પીઠ પાછળ તમારી ટીકા પણ કરી શકે છે. નોકરિયાતવાળા લોકોએ પોતાના સિનિયરની સલાહ લેવી જોઈએ. પરિવારમાં કડવું બોલવાનું ટાળજો, કોઈને ખોટું લાગી શકે છે. પૈસા સંભાળીને વાપરજો.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે આ સારો સમય રહેશે. તમને સરકાર તરફથી આર્થિક લાભ અથવા માન-સન્માન મળી શકે છે. કાર્યસ્થળ પર બઢતીની તકો ઊભી થશે અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ પરિચિત મારફત કામની માહિતી મળી શકે છે. નોકરીમાં તમારી સલાહનું પણ ધ્યાન રાખી શકાય છે. અટકેલા કામકાજ અથવા વળતર મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. ઘરમાં પણ તમારા અટકેલા કામકાજ મુદ્દે તમારી સલાહ લઈ શકાય.
કર્ક
કર્ક રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં ફેરફારોનો સામનો કરવો પડી શકે છે, જે લાંબા ગાળે લાભદાયી સાબિત થશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે, પરંતુ નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. આજે ખાસ કરીને દરેક કામ કરવાનો પ્રયાસ કરશો નહીં. અમુક બાબતનું સમયે ધ્યાન આપવાથી ફાયદો થઈ શકે છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. વેપાર-ધંધાવાળા લોકોએ પણ હિસાબ-કિતાબ પણ જોઈ લો.
સિંહ
સિંહ રાશિના જાતકોને કોઈ અપ્રિય સમાચારને કારણે ચિંતા કે પરેશાની થઈ શકે છે. બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં. વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખો. સખત મહેનતનું ફળ ચોક્કસ મળશે. કામકાજની દૃષ્ટિએ આજનો દિવસ રાહતવાળો રહેશે. ભૂતકાળના અટકેલા કામકાજ પણ પૂરા કરવા અથવા નજીક પહોંચી શકો છો. નોકરીના સ્થળે પણ તમારા સિનિયર તમારી કામગીરીની નોંધ પણ લેશે. આર્થિક સ્થિતિ સુધરવાના યોગો છે, પણ નવી ખરીદી કરવાનું ટાળજો.
કન્યા
આજે અમુક કામ પર આશા રાખો પાર પડી શકે, પણ એને લઈ પરેશાન થતા નહીં. નોકરીમાં જૂના કામકાજ પર ધ્યાન રાખો. વેપાર-ધંધામાં કોઈ યોજના મુદ્દે ઉતાવળ કરશો નહીં. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ઘર અથવા વાહન સંબંધિત ખર્ચમાં વધારો થઈ શકે છે. કન્યા રાશિના જાતકો માટે કામ અને વ્યવસાયને લગતા ઘણા પ્રશ્નો ઉકેલાઈ જશે. જીવનસાથી સાથેના ચાલતા મતભેદોનો અંત આવી શકે છે. રોમેન્ટિક સંબંધો માટે પણ આ દિવસ સારો જણાય છે.
તુલા
તુલા રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં અવરોધો અને વિરોધનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે. તમારા કાર્યમાં સાવચેતી રાખો. કામકાજ કરવા મુદ્દે નાની સરખી ભૂલ-બેદરકારીને કારણે પરેશાની વધી શકે છે. નોકરીના સ્થળે દસ્તાવેજ અથવા જરુરી માહિતી આપલે કર્યા પહેલા એક વાર ધ્યાન રાખો. વેપાર-ધંઘાવાળાએ ગ્રાહકોની ફરિયાદ મુ્દે ધ્યાન આપો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે, અટકેલા કાર્યો ફરી પાટા પર આવી શકે છે. સંપત્તિ મેળવવા માટેના પ્રયાસો સફળ થશે. માન-સન્માન અને ખ્યાતિમાં વૃદ્ધિ થવાના સંકેતો છે. દોસ્તો અથવા જૂના પરિચિતોની સાથે સંપર્ક વધશે, જેમાંથી કોઈ વ્યક્તિ તમારા કામકાજમાં પણ મદદ કરી શકે. જૂના પૈસા પાછા મળવાનો અવકાશ ઊભો થશે. ઘરના કોઈ સભ્ય તરફથી સારા સમાચારથી ફાયદો થઈ શકે.
ધન
ધન રાશિના જાતકો માટે વ્યવસાય અને કાર્યસ્થળ પર પ્રગતિની નવી તકો ખુલશે. તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. આજે નવા સંપર્કના યોગ ઊભા થઈ શકે. નોકરીમાં નવી જવાબદારી મળે તો બોજ સમજશો નહીં, તેનાથી તમારી નવી ઓળખ ઊભી થશે. પરિવારમાં કોઈ શુભ કામકાજની તૈયારી પર ચર્ચા-વિચારણા થશે.
મકર
મકર રાશિના જાતકોને મિત્રો અને આસપાસના લોકોનો સહયોગ મળશે. અગાઉની સરખામણીમાં વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. આજે કોઈ જૂના કિસ્સા ફરી ચર્ચામાં આવી શકે છે. નોકરીના સ્થળે તમારા સહકર્મી સાથે મતભેદ થાય તો ત્યાં જ ખતમ કરશો. ઉધાર પૈસા આપવામાં સાવધાની રાખો, પણ પૈસા મળવાની શક્યતા છે. ઘર-પરિવારમાં નજીકના લોકોની ચિંતા રહેશે. મન પરેશાન હોય તો થોડા સમય પૂરતા એકલા રહેવાનું ફાયદો થશે.
કુંભ
નવી નોકરીની શોધમાં રહેલા કુંભ રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. અવરોધો હોવા છતાં સફળતા મળવાના સંકેતો છે. સખત મહેનતથી આવક મેળવવાના નવા રસ્તા ખુલશે. આર્થિક રીતે સદ્ધર થવા માટે મજબૂત યોજના બનાવો અને એનો અમલ કરો. જોકે, ફક્ત યોજના બનાવવાને બદલે એના ખર્ચ અને ફાયદાની ગણતરી કરી રાખજો. ઘરમાં ધાર્મિક અથવા શુભ કામકાજની વાત થઈ શકે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
મીન
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આવકમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તમારી જરૂરિયાતો પૂરી કરવાના સાધનો ઉપલબ્ધ રહેશે. તમને સ્થાવર મિલકત કે પ્રોપર્ટીને લગતી બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અચાનક કોઈ કામકાજને કારણે પહેલાથી બનાવેલી યોજના બદલવી પડે. નોકરીમાં જરુરી કામકાજ ટાળવાને બદલે પૂરું કરો. આર્થિક મુદ્દે આજે કોઈ જોખમ લેવાનું ટાળજો.