Wed Sep 30 2026

Logo

નેપાળમાં ફરી કુદરતનો કહેર! હિમલુંગ હિમાલમાં બરફના તોફાનથી તબાહી, 10 પર્વતારોહી લાપતા

khatmandu   2026-09-27 16:06:46
Author: Mumbai Samachar Team
નેપાળમાં ફરી કુદરતનો કહેર! હિમલુંગ હિમાલમાં બરફના તોફાનથી તબાહી, 10 પર્વતારોહી લાપતા

બંગાળની ખાડીમાં બનેલા હવામાનના ફેરફારને કારણે નેપાળમાં ભારે તબાહી જોવા મળી રહી છે. એક તરફ પર્વતીય અને મેદાની વિસ્તારોમાં મુશળધાર વરસાદથી પૂર અને ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે, તો બીજી તરફ પશ્ચમી નેપાળના મનાંગ જિલ્લામાં  7,126 મીટર ઉંચા હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર રવિવારે સવારે આવેલા ભીષણ હિમસ્ખલન બાદ ઓછામાં ઓછા 10 પર્વતારોહી લાપતા થઇ ગયા છે. 

લાપતા લોકોમાં પર્વતારોહણ અભિયાનો સાથે જોડાયેલા ગાઇડ અને કિચન સ્ટાફ સામેલ છે.  'ઇમેજીન નેપાળ' એજન્સીના સંચાલક મિંગમા ગ્યાલ્જે શેરપાએ પુષ્ટિ કરી છે કે તેમની એજન્સીના બે કિચન સ્ટાફ સભ્યો લાપતા લોકોમાં સામેલ છે. 

ચેતવણી છતા બેઝ કેમ્પમાં રોકાયા હતા લોકો 

પર્વતીય વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસોથી ભારે બરફવર્ષાના કારણે પર્વતારોહકોએ શરદકાલીન અભિયાનોને વચ્ચે જ રોકીને નીચે ઉતરવું પડ્યું હતું. 

એજન્સીઓના અનુસાર ગત સપ્તાહે હવામાનની ચેતવણી છતા મોટાભાગની ટીમો અને રોપવે ફિક્સ કરનારી ટીમને પહાડોથી સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા પરંતુ કેટલાક લોકો બેઝ કેમ્પ પર જ રોકાયા હતા.

હિમલુંગ હિમાલ એક દૂરનો વિસ્તાર છે, જ્યાં પહોંચવા માટે વ્યવસ્થાપન સંબંધિત (લૉજિસ્ટિકલ) પડકારો છે. આ ઉપરાંત ત્યાં હેલિકોપ્ટર ઉડાડવા માટે અલગથી વિશેષ પરમિટ (પરવાનગી) ની જરૂર પડે છે, જેના કારણે બચાવ દળ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પ્રવાસન વિભાગે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની ટ્રેકિંગ અને પર્વતારોહણ પ્રવૃત્તિઓ તાત્કાલિક અટકાવવાની ચેતવણી જારી કરી છે.

નદીઓનું રૌદ્ર સ્વરૂપ, મકાન તણાયા અને રસ્તા ઠપ

નેપાળના તરાઈ અને મધ્ય જિલ્લાઓમાં ગુરુવારથી થઈ રહેલા વરસાદને કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

બુટવલ વિસ્તારમાં તિનાઉ નદી બેકાબૂ થવાને કારણે શનિવાર રાત્રે કિનારે બનેલા 6 મકાનો વહી ગયા. પોલીસ અને સુરક્ષા દળોએ રાતોરાત 1,000 થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડ્યા, તેમાંથી 500 લોકોને દુર્ગા મંદિર અને સ્થાનિક શાળાઓમાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાનો (શેલ્ટર) માં રાખવામાં આવ્યા છે.