તિરુવનંતપુરમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી પ્રથમ વન ડેમાં ભારતે 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. આજની મેચના હિરો રહ્યા વિરાટ કોહલી અને શુભમન ગિલ. ગિલે 108 બોલમાં 110 રન કર્યા જ્યારે વિરાટ કોહલીએ 88 બોલમાં 139 રન કર્યા હતા. પ્રથમ દાવ લેતા વેસ્ટ ઇન્ડિઝે 7 વિકેટે 295 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે 2 વિકેટે 300 રન કરી કેરેબિયનો પર શાનદાર જીત મેળવી. રોહિત શર્માએ 35 હોલમાં 32 રન કર્યા હતા.
વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કર્યા. અને આ મુકામ પર પહોંચનારા દુનિયાના બીજા બેટ્સમેન બની ગયા છે. કોહલીએ 303 ઇનિંગ્સમાં આ કમાલ કર્યો. સચિન તેંડુલકરને આ આંકડા સુધી પહોંચવામાં 377 ઇનિંગ્સ રમવી પડી હતી. એટલે કે કોહલી તેમના આદર્શ સચિન તેંદુલકરથી 74 ઇંનિંગ્સ વધુ રમ્યા. વિરાટ કોહલીએ વન-ડેમાં 55 સદી ફટકારી હતી. કોહલીએ 315 વન-ડેની 303 ઇનિંગ્સમાં આ કમાલ કર્યો.
5⃣0⃣ up with a 6⃣ 👌
— BCCI (@BCCI) September 27, 2026
1⃣0⃣0⃣ up with a 6⃣ 💪
Virat Kohli meant business tonight 🔥
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/mM52R4r2nF
વિરાટે તેની ઇનિંગ્સમાં 10 ચોક્કા અને 9 છક્કા ફટકાર્યા હતા. આ જીતની સાથે ભારત સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગયું છે. વેસ્ટ ઇન્ડિઝ સામેના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે વિરાટ કોહલી અને કેપ્ટન ગિલે સદીની ઇનિંગ રમી હતી. ગિલ 110 રન બનાવીને આઉટ થયા હતા. ગિલે પોતાની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 10 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 88 બોલમાં અણનમ 139 રન ફટકાર્યા હતા.
Stood tall and delivered 🫡
— BCCI (@BCCI) September 27, 2026
Captain Shubman Gill was in his element tonight ✨
Relive his knock ▶️ https://t.co/t88ypjqOFt #TeamIndia | #INDvWI | @mflone_ | @ShubmanGill pic.twitter.com/gLnp2FXFsz
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 74 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. આ કોહલીના વન-ડે કારકિર્દીની ત્રીજી સૌથી ઝડપી સદી છે. કોહલીના કારકિર્દીની સૌથી ઝડપી સદી 52 બોલની છે, જે તેમણે 2013માં જયપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી; ત્યારબાદ 2013માં જ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 61 બોલની સદી આવે છે.
Ice in the veins + Fire in the bat = A vintage @imVkohli chase 🫡
— BCCI (@BCCI) September 27, 2026
RELIVE ▶️ https://t.co/3pd4F4He7P#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/TPrDNw94Bv
વેસ્ટ ઈન્ડિઝ સામેની આ 74 બોલની ઇનિંગ હવે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. આ સદી સાથે જ વિરાટ કોહલી વન-ડે ઇતિહાસના એવા એકમાત્ર બેટ્સમેન બની ગયા છે, જેમણે બે અલગ-અલગ ટીમો સામે 10 કે તેથી વધુ (10-10) સદી ફટકારી છે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની 10 સદી પૂરી કરી લીધી છે અને શ્રીલંકા સામે પણ તેમની 10 વન-ડે સદી છે.