કિવ (યુક્રેન): ભારતે પાંચમા વર્ષમાં પ્રવેશેલા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અટકાવવા કોઈ પણ પ્રકારની મદદ કરવાની તૈયારી દાખવી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના યુક્રેનના સમકક્ષ આન્દ્રિ સિબિહા સાથે કિવમાં વાતચીત કરી હતી.
જયશંકરે વાતચીત પછી સિબિહા સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત સતત કહી રહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી અને ઉકેલો રણના મેદાનમાંથી નહીં આવે.
જયશંકરે એ વાતની યાદ અપાવી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં અંતહીન યુદ્ધનો અંત લાવવાની રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત કરી હતી. આ બેઠક બિસ્કેકમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન ભરાઈ હતી.
જયશંકરે કહ્યું હતું કે દરેક વીતેલા દિવસે વધુ મરણ અને નુકસાન થાય છે. બે પક્ષોએ ઉકેલ શોધવો જોઈએ. ભારત મદદ કરવા તૈયાર છે. બે દિવસ પહેલાં ભારતીય નાગરિકનું કિવમાં હુમલાને લીધે મરણ થયું હતું. અમે દરેક મરણનો માતમ મનાવીએ છીએ. ભારતે બ્લેક સીમાં છેલ્લાં થોડાં અઠવાડિયામાં મર્ચન્ટ શિપ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
(એજન્સી)