Fri Sep 04 2026

Logo

નેપાળની હોનારત માત્ર એક 'શરૂઆત' છે, વૈશ્વિક તાપમાન વધતાં માનવજાત પર મોટું 'સંકટ'?

Geneva   2026-09-02 19:28:00
Author: Mumbai Samachar Team
નેપાળની હોનારત માત્ર એક 'શરૂઆત' છે, વૈશ્વિક તાપમાન વધતાં માનવજાત પર મોટું 'સંકટ'?

વધતી કુદરતી આફતો અને માનવજાત સમક્ષ ઊભા થયેલા ગંભીર પડકારો

જીનીવાઃ દુનિયામાં વધતું તાપમાન હવે એક અસાધારણ તબક્કે પહોંચી રહ્યું છે. 2015ના પેરિસ કરાર હેઠળ તાપમાન વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક હતો, પરંતુ વર્તમાન સ્થિતિ દર્શાવે છે કે આ મર્યાદા સતત ઓળંગાઈ રહી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટે દુનિયાભરના પર્યાવરણપ્રેમીઓની ચિંતા વધારી દીધી છે. એક એવા કડવા સત્ય પર મહોર મારી છે જેનાથી સામાન્ય માણસ પણ સહમત થઈ જાય. છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલી ગરમીની પરેશાન માણસ અનેકવિધ પ્રયાસો કરી રહ્યો છે. એવું નથી કે માત્ર મહાનગરોના તાપમાનમાં વધારો થયો છે. દેશ-દુનિયાના અનેક રાષ્ટ્રના મહાનગરના તાપમાનમાં 'નોંધપાત્ર' વધારો થયો છે. આ વાતની ગંભીર રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)એ નોંધ લઈને એ વાત પર મહોર મારી મારતા કહ્યું છે કે હવે દુનિયાના તાપમાનમાં અસાધારણ રીતે વધારો થઈ રહ્યો છે. આ ગરમીની તીવ્રતા એટલી છે કે, જે અગાઉ ક્યારેય જોવા કે અનુભવવા માટે મળી નથી. 

અન્ય કોઈ રસ્તો ખરો?

અત્યારે સ્થિતિને ધ્યાને લેતા દુનિયા પાસે ખાસ કોઈ એવો રસ્તો બચ્યો નથી જેનાથી ધરતીનું તાપમાન જે રીતે વધે છે એને રોકી શકાય. ધરતીના વધી રહેલા સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો પણ રોકી શકાય એ નથી. સંયુક્ત રાષ્ટ્રના એક પર્યાવરણના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, માણસ ધારે તો ગરમીના કારણે થતા નુકસાનને વ્યક્તિ રોકી શકે એમ છે. 

દોઢ ડિગ્રી તાપમાનના વધારા બાદ માણસ આનાથી થતી અસરને અટકાવી શકે એમ છે. પણ આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. ચોક્કસ સમયગાળા બાદ શું તાપમાનને એ જ સ્થિતિમાં પાછું લાવી શકાય છે, જે ખરેખર સામાન્ય ગણાય છે? રિપોર્ટમાં એ વાત ખાતરીપૂર્વક કરવામાં આવી છે, જેમાં તાપમાન 1.5 ડિગ્રી પણ વધી ગયું તો એને કંટ્રોલ કરવા માટે વિજ્ઞાનના કોઈ પ્રયોગ સાર્થક નથી. અન્ય કોઈ પ્રેક્ટિકલ માર્ગ નથી. 

ગરમી વધી પણ અસરની તીવ્રતા એનાથી વધુ

સ્થિતિ એવી છે કે, સતત વધી રહેલા તાપમાનને લઈ હવે કંટ્રોલ કરવું અઘરૂં છે અને સમય હાથમાંથી વહી રહ્યો છે. હકીકતમાં દોઢ ડિગ્રીનો વધારો કોઈ અસામાન્ય નથી પણ પૂર્વ ઔદ્યોગિકસ્તર પર વૈજ્ઞાનિક દ્વારા નક્કી કરેલી એક મર્યાદા છે. આ આંકડો ભલે સામાન્ય હોય પણ એની અસર તીવ્ર છે અને માઠી છે. એવું બિલકુલ નથી કે આ આંકડો પાર કરતા કોઈ નવી કુદરતી આફત આવશે. 

પણ સાયન્સ એવું કહે છે કે, અણધાર્યા હવામાનના પલટાનો માર આજે દરેક દેશ સહન કરે છે. જેમ કે, ગરમી, ભયાનક દુષ્કાળ, વરસાદની ઘટ, અસાધારણ વરસાદ, મૌસમ કરતા વધારે પવન અને ઠંડક. ઐતિહાસિક 2015 પેરિસ કરારનો મુખ્ય ધ્યેય વૈશ્વિક તાપમાનમાં વધારાને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાનો અને તેને 1.5 ડિગ્રીની અંદર મર્યાદિત રાખવાનો હતો. 

જોકે, 2024માં આ 1.5-ડિગ્રી થ્રેશોલ્ડનો ભંગ થયો હતો, જે ઇતિહાસના સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું. તે વર્ષે, સરેરાશ તાપમાન સ્થાપિત આધારરેખા કરતાં 1.55 ડિગ્રી ઉપર હતું. જુલાઈ 2023 અને ડિસેમ્બર 2024ની વચ્ચે - ફક્ત એક મહિનાના અપવાદ સિવાય - દર મહિને તાપમાન આ મર્યાદાને વટાવી ગયું.

નેપાળનું ઉદાહરણ નજર સમક્ષ

જ્યારે વૈજ્ઞાનિકો 1.5 કે 2 ડિગ્રીની વાત કરે છે, ત્યારે તેઓ એક વર્ષની ગરમીને નહીં પરંતુ ઘણા દાયકાઓની સરેરાશને જુએ છે. ઉદાહરણ તરીકે 2024ની રેકોર્ડ બ્રેક ગરમી પાછળ 'અલ નીનો'ની અસર એક મુખ્ય પરિબળ હતું ત્યાર બાદ 2025માં તાપમાન થોડું ઘટીને 1.45 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. રિપોર્ટ મુજબ જો આપણે વર્તમાન દરે પ્રદૂષણ ફેલાવતા રહીશું, તો 1.5 ડિગ્રી મર્યાદા માટે બાકી રહેલું 'કાર્બન બજેટ' આગામી ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે ખતમ થઈ જશે. 

આપણે તાપમાનને 1.5 ડિગ્રીથી નીચે લાવવાનો પ્રયાસ કરીએ તો પણ ઘણા રાષ્ટ્રો અને સમુદાયો પહેલાથી જ અફર નુકસાન ભોગવી ચૂક્યા હશે. નેપાળમાં તાજેતરમાં થયેલા વિનાશને ઉદાહરણ તરીકે ટાંકીને, ભારતીય ઊર્જા નિષ્ણાત અજય માથુરે આ આફતને એક ભયાનક ચેતવણી તરીકે વર્ણવે છે. 

નિષ્ણાંતે જણાવ્યું હતું કે, નેપાળમાં વિનાશક પૂરના સંકેતો પણ સ્પષ્ટ દર્શાવે છે કે, વધતા તાપમાનની કિંમત માનવજીવન ગુમાવવા અને વિખરાયેલા પરિવારોના રૂપમાં ચૂકવવામાં આવી રહી છે. પણ પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો તો થયો છે પણ તાપમાનમાં પણ સામે વધારો થયો છે. પણ આનાથી કામ થાય એવું નથી. ચિંતાનો વિષય એ છે કે, સતત ગરમ થતી ધરતી હવે જોખમમાં છે. દેશ-દુનિયાના લોકોએ સાથ મળીને વધી રહેલા તાપમાનને રોકવા માટે કામ કરવું પડશે...