હૈદરાબાદઃ તેલંગણાના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ વન પ્રધાન કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી રાજ્યના મંત્રીમંડળમાંથી હટાવી દીધા છે. આ સંદર્ભે રાજ્યપાલને સત્તાવાર ભલામણ પણ મોકલી દેવામાં આવી છે તેલંગણાના વન પ્રધાન કોંડા સુરેખાની દીકરી કોંડા સુષ્મિતા પટેલે મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ત્યારબાદ વિવાદ વકર્યો હતો.
કોંગ્રેસના અનેક વિધાનસભ્યોએ પાર્ટીના નેતૃત્વને આગ્રહ કર્યો હતો કે સુરેખાની દીકરી તરફથી મુખ્ય પ્રધાન રેડ્ડી અને અન્ય નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓના મામલામાં જરુરી પગલા ભરવામાં આવે.
અહીં એ જણાવવાનું કે કોંડા સુરેખાએ ખરગેને બુધવારે પાટનગર દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેલંગાણા કોંગ્રેસના પ્રભારી મીનાક્ષી નટરાજન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ સુરેખાએ કહ્યું હતું કે પાર્ટીએ તેમને વિશ્વાસ અપાવ્યો કે તેમના ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે અને યોગ્ય વિચારણા બાદ જ કોઈ નિર્ણય કરવામાં આવશે.
કોંડા સુષ્મિતા પટેલે વારંગલ જિલ્લાના પરકલમાં પોતાની માતાના જન્મદિવસની ઉજવણી વખતે સીએમ અને તેમના પરિવાર વિરુદ્ધ કહ્યું કે તે લોકોને તેઓ ભૂલી ગયા છે જેમણે તેમના રાજકીય ઉદયમાં મદદ કરી હતી. એટલું જ નહીં, તેના પર શેલ કંપનીઓ દ્વારા રાજ્યને લૂંટવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા ત્યાર બાદ મામલો પાર્ટીની અનુશાસન સમિતિ (ડિસિપ્લીન કમિટી) પાસે ગયો હતો.
સીએમએ ચીનના રેડ્ડીને પણ હટાવ્યા
મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO) અનુસાર સીએમએ ડો. ચિન્ના રેડ્ડીની તેલંગણા યોજના બોર્ડના ઉપાધ્યક્ષ પદ પર નિયુક્તિને પણ તાત્કાલિક અસરથી રદ્દ કરી છે. ડો. જી. ચિન્ના રેડ્ડીની જગ્યાએ ગડવાલ વિજયલક્ષ્મીને તેલંગણા યોજના બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન નેરેલા શારદાને તેલંગણા રાજ્ય મહિલા આયોગ, હૈદરાબાદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્ય પ્રધાને પૂર્વ સાંસદ જી. સુધા રાનીને કાકતીય શહેરી વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ બનાવ્યા છે.