મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હવે પોતાની નવી ફિલ્મ 'દાયરા'ને લઈ ચર્ચામાં છે. નાની-મોટી અનેક એવી સત્યઘટનાથી પ્રેરિત ફિલ્મમાં કરીના એક પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરી રહી છે. હિન્દી સિનેમામાં એક અસાધારણ સફળતાના શિખર સુધી પહોંચેલી એક્ટ્રેસને પણ એક અફસોસ છે. આટલી સફળ અભિનેત્રી હજુ આ અફસોસ સાથે જીવી રહી છે. આ અફસોસ કોઈ વ્યક્તિ કે વસ્તુનો નથી પણ પોતાનો અભ્યાસ પૂરો ન કરી શકી હોવાનો છે.
આજે પણ આ વાતનો અફસોસ
પોતાનો અભ્યાસ તે પૂરો કરી શકી નથી એ માટે જ તે પોતાના દીકરા તૈમુર અને જેહના અભ્યાસને લઈને કોઈ કોંપ્રોમાઈસ કરતી નથી. કરીનાએ ખુદ કહ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં પહેલા અભ્યાસ પૂરો કરવો અનિવાર્ય છે.આ પછી જ વ્યક્તિઓ પોતાના દિલની વાત સાંભળવી જોઈએ.

કરીનાએ ધો.11 બાદ ફિલ્મમાં આવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.એક ખાસ મુલાકાતમાં કરીનાએ કહ્યું હતું કે, હા, મેં મારૂ એજ્યુકેશન પૂર્ણ કર્યું નથી. આ એક એવી વાત છે કે, એક એક્ટ્રેસ તરીકે સફળતા મળ્યા બાદ પણ મારી સાથે અફસોસ તરીકે રહી છે, જોકે એ સમયે મારી પાસે એક ચાન્સ હતો ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો. હું તો ફિલ્મોમાં આવી ગઈ અને ચાલી પણ ગઈ પણ ધો.11 પછી કોઈ અભ્યાસ કર્યો નથી.
દીકરાઓ પર શિક્ષણને લઈ પ્રેશર
એજ્યુકેશનને લઈને ફેન્સ ઘણીવાર એની સામે પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે પણ ઈન્ડસ્ટ્રમાં પોતાના કામથી તે પોતાની જાતને સાબિત કરવા માટે અડગ હતી. કરીનાએ કહ્યું કે, મને ખ્યાલ છે કે, એજ્યુકેશનને લઈને ઘણા લોકો મારી મજાક કરી રહ્યા છે, મજાક હજુ કરી પણ શકે છે પણ એક એક્ટ્રેસ તરીકે હું મારી જાતને સાબિત કરવા માગતી હતી. હું મારા દિલની વાત સાંભળવા માગતી હતી. સ્કૂલનો અભ્યાસ પૂર ન કરવો એ આજે પણ મારા માટે એક અફસોસની વાત છે. આ વાતનો ઘણીવાર હું અફસોસ કરૂ છું. કરીના ઈચ્છે છે કે, તૈમુર અને જેહ પોતાના સપનાને અવશ્ય પૂરા કરે પણ પહેલા એનો અભ્યાસ પૂરો કરે. કરીનાએ કહ્યું કે, એટલા માટે હું તૈમુર અને જેહ પર શિક્ષણનું પ્રેશર ઊભું કરુ છું. પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરો અને પછી દિલની વાત સાંભળો.
યુનિસેફ સાથે જોડાયેલી છે એક્ટ્રેસ
અભિનેત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ અંગત જોડાણનું કારણ છે જેના કારણે તે યુનિસેફ દ્વારા ભારતમાં નાની છોકરીઓના શિક્ષણની જોરદાર હિમાયત કરે છે. કરીનાએ કહ્યું, જ્યારે યુનિસેફે ભારતમાં નાની છોકરીઓના શિક્ષણને ટેકો આપવા માટે મારો સંપર્ક કર્યો, ત્યારે મને આ કારણ સાથે એક ક્નેક્શન અનુભવાયું કારણ કે મને હંમેશા મારું પોતાનું શિક્ષણ પૂર્ણ ન કરવાનો અફસોસ હતો.
કરીના 2014 થી યુનિસેફ ઇન્ડિયા સાથે સંકળાયેલી છે, જે છોકરીઓના શિક્ષણ, લિંગ સમાનતા અને બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચની હિમાયત કરે છે. માત્ર સંસ્થા સાથે કામ જ નહીં પણ ઘણી રકમ પણ ડોનેટ કરે છે. દાનને લઈને વાત કરતા એક્ટ્રેસે ઉમેર્યું કે, દાન એક એવી વસ્તુ છે જે તમારામાં એક વિશ્વાસ અને વાસ્તવિક ઈચ્છાને દર્શાવે છે. આ અંદરથી આવવું જોઈએ. સૈફ અને મારા દ્વારા કરવામાં આવતા કામ શબ્દો કરતા વધારે અમારા દિલ સાથે જોડાયેલા છે.