કાઠમંડુ: નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધી 1127 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 4000 થી વધુ લોકો ગુમ છે. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સંસદમાં નિવેદન સમયે ભાવુક થયા હતા. તેમણે આ મુશ્કેલ ધડીમાં મદદ કરવા બદલ ભારત અને ચીનનો આભાર માન્યો હતો. નેપાળને સંકટના સમયમાં સહાય મોકલનાર ભારત પ્રથમ દેશ હતો. ભારતે તાત્કાલિક રાહત પુરવઠો, ટનલ બચાવ ટીમો અને 70 ટન સહાય મોકલી હતી.
આંતરરાષ્ટ્રીય સહાયનો ઇનકાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંસદના ખાસ સત્રને સંબોધતા જણાવ્યું હતું કે આટલી મોટી અને વિનાશક રાષ્ટ્રીય આપત્તિ દરમિયાન આંતરરાષ્ટ્રીય સહાયનો ઇનકાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે નોંધ્યું હતું કે જ્યારે આખો દેશ પાણીમાં ડૂબી ગયો હતો અને રસ્તાઓ અવરોધિત હતા ત્યારે નેપાળ સરકારે તાત્કાલિક મિત્ર રાષ્ટ્રો અને ખાનગી ક્ષેત્ર સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
Nepal PM Balen Shah, in the Parliament, thanks India & China for rushing aid after the massive flooding pic.twitter.com/CyAhjoAUQy
— Sidhant Sibal (@sidhant) September 2, 2026
દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચવા માટે માર્ગો શોધ્યા
તેમણે જણાવ્યું કે આપણા બે પાડોશી મિત્ર રાષ્ટ્રો, ભારત અને ચીન આપત્તિના સમાચાર મળતાની સાથે જ તેમના નિષ્ણાતો અને ટેકનિશિયનોને નેપાળ મોકલ્યા હતા. આ ટેકનિશિયનોએ આપત્તિના પહેલા દિવસથી જ હવાઈ સર્વેક્ષણ શરૂ કરી દીધું. તેમણે તબાહીનું સચોટ મૂલ્યાંકન કર્યું અને બચાવ ટીમો માટે સૌથી દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચવા માટે માર્ગો શોધ્યા હતા.
તેમણે વિનાશના વિકરાળ સ્વરૂપનું વર્ણન કરતાં ભારત અને ચીનના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારતીય ટેક્નિશિયનોએ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દૂરના વિસ્તારોમાં પહોંચ્યા હતા.
ભારતીય નિષ્ણાતોએ રાહત કામગીરીમાં આગળ વધ્યા
તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, આ વિનાશક પૂર હતું. જેમાં અનેક વિસ્તારો જાડા કાદવ, કાટમાળ અને પથ્થરોથી ઢંકાયેલા હતા.જેના કારણે નેપાળ સેના અને સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ માટે પણ જગ્યા નહોતી. આવી પરિસ્થિતિઓમાં પણ, ભારતીય નિષ્ણાતોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને રાહત કામગીરીમાં આગળ વધ્યા હતા.
Nepal Flood Tragedy: પૂરની તબાહી વચ્ચે દોઢ મહિનાના માસૂમનો જીવ બચાવતી રેસ્ક્યૂ ટીમ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 2, 2026
નેપાળમાં વિનાશક પૂરે બાળકોથી લઈને વડીલો સુધી સૌને અસર કરી છે. અનેક લોકો હજુ લાપતા છે અને હજારો પરિવારો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. આ ભયાનક તબાહી વચ્ચે રેસ્ક્યૂ ટીમે માત્ર દોઢ મહિનાના બાળકને… pic.twitter.com/Wa5ATlEiqs
મૃત્યુઆંક વધીને 1,127 થયો
નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. સરકારી આંકડાઓ અનુસાર મૃત્યુઆંક વધીને 1,127 થયો છે. આ દુર્ઘટનાને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં રાહત અને બચાવ ટીમો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા અને ગુમ થયેલા લોકોને શોધવા પ્રયાસ કરી રહ્યા છે.
નેપાળમાં તબાહી વચ્ચે ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન તેજ, સૈંકડો લોકોની શોધખોળ શરૂ | Nepal Flood Rescue
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 1, 2026
નેપાળમાં વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. કાટમાળ અને પાણી વચ્ચે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલમાં ફસાયેલા લોકોની શોધખોળ તેજ કરવામાં આવી છે. સૈંકડો લોકો હજુ લાપતા… pic.twitter.com/vF530B5fsh