Sat Sep 12 2026

Logo

દેશમાં સરકારી સંસ્થાઓ સામે ભ્રષ્ટાચારની 70,500થી વધુ ફરિયાદ, બેંકો અને રેલવે ટોપ પર

2026-09-03 16:30:00
Author: Mumbai Samachar Team
દેશમાં સરકારી સંસ્થાઓ સામે ભ્રષ્ટાચારની 70,500થી વધુ ફરિયાદ, બેંકો અને રેલવે ટોપ પર

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વાર્ષિક અહેવાલમાં મોટો ખુલાસો, વર્ષ દરમિયાન 64,905 ફરિયાદોનો નિકાલ કરાયો

નવીદિલ્હી: સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના વાર્ષિક અહેવાલ મુજબ 2025માં સરકારી સંસ્થાઓ સામે 70,500થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી, જેમાં બેંકો અને રેલવેની સૌથી વધુ ફરિયાદો મળી હોવાનો ચોંકાવનારી માહિતી મળી હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે મુખ્ય વિજિલન્સ અધિકારીઓ, અથવા સીવીઓને વર્ષ દરમિયાન 70,584 ફરિયાદ મળી હતી અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં તેમાંથી ૬૪,૯૦૫ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો. 

તેમાં ઉમેર્યું હતું કે, "બાકીની 5,679 ફરિયાદો 2025ના અંતમાં પ્રક્રિયા હેઠળ હતી, જેમાં 2002 ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે." સીવીઓ કમિશનના વિસ્તૃત હાથ તરીકે કાર્ય કરે છે અને ત્રણ મહિનાની અંદર તપાસ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.    

અહેવાલમાં જણાવાયું છે કે કમિશન સમયાંતરે સીવીઓ પાસે પડતર ફરિયાદોની સમીક્ષા કરે છે જેથી તેનો ઝડપથી નિકાલ થાય. બેંકોમાં સૌથી વધુ 9,933 ફરિયાદો હતી. આમાંથી 9,520નો નિકાલ કરવામાં આવ્યો હતો અને 413 પેન્ડિંગ હતી, જેમાં બાવન ત્રણ મહિનાથી વધુ સમયથી હતી.  

31 ડિસેમ્બર, 2025 સુધીમાં રેલવેને 9,381 ફરિયાદ મળી હતી, જેમાંથી 8,754નો નિકાલ કરવામાં આવ્યો હતો અને 627 પેન્ડિંગ હતી, જેમાં 10 ત્રણ મહિનાથી વધુ સમયથી હતી. કુલ 6,531 ફરિયાદ હાઉસિંગ અને શહેરી બાબતો સંબંધિત હતી, જ્યારે 4,843 ફરિયાદ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકાર સિવાય સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધ હતી.

આ સ્થાનિક સંસ્થાઓમાં દિલ્હી જલ બોર્ડ, દિલ્હી રાજ્ય ઔદ્યોગિક અને માળખાગત વિકાસ નિગમ લિમિટેડ, દિલ્હી ટ્રાન્સકો લિમિટેડ, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, દિલ્હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ, દિલ્હી પ્રવાસન અને પરિવહન વિકાસ નિગમ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ગયા વર્ષે મળેલી 4,118 ફરિયાદ કોલસા ક્ષેત્રના કર્મચારીઓ, 3,107 નાણાં, 2,804 દિલ્હી સરકાર અને 2,722 પેટ્રોલિયમ મંત્રાલય સંબંધિત હતી. તેમાં દિલ્હી પોલીસ સામે 2,633 રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સામે 2,319 અને ગૃહ મંત્રાલય સાથે સંબંધિત 2,036 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દિલ્હી પોલીસનો સમાવેશ થતો નથી.

માનવ સંસાધન વિકાસ સામે 2,030, શ્રમ મંત્રાલય સામે 1,894, વીમા કંપનીઓ સામે 1,536 અને 1,469 ટેલિકમ્યુનિકેશન  સંબંધિત  ફરિયાદ હતી. અન્ય 1,410 ફરિયાદો સંરક્ષણ મંત્રાલય, 1,123 ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, 1,023 સ્ટીલ મંત્રાલય અને 1,003પોસ્ટ વિભાગ સામે હતી.

રિપોર્ટમાં 2025માં સીવીસી દ્વારા સીવીઓને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવેલી ફરિયાદોની વિગતો પણ આપવામાં આવી હતી. આવી 18,651 ફરિયાદમાંથી, સૌથી વધુ 4,110 ફરિયાદ જીએનસીટીડી સિવાય સ્થાનિક સંસ્થાઓ સાથે સંબંધિત હતી, ત્યાર બાદ 1,749 બેંકો સામે, 1,428 રેલવે સાથે સંબંધિત, 1,318 પેટ્રોલિયમ મંત્રાલય સામે, 1,307 દિલ્હી સરકાર સાથે સંબંધિત અને 1,016 સંરક્ષણ મંત્રાલય સામે હતી.