Tue Oct 06 2026

Logo

બચ્ચન પરિવારથી દૂર ઐશ્વર્યા અને આરાધ્યાએ સેલિબ્રેટ કરી રક્ષાબંધન, ફરી એક વખત દૂરી બની ચર્ચાનું કારણ...

2026-09-01 20:12:16
Author: Darshana Visaria
બચ્ચન પરિવારથી દૂર ઐશ્વર્યા અને આરાધ્યાએ સેલિબ્રેટ કરી રક્ષાબંધન, ફરી એક વખત દૂરી બની ચર્ચાનું કારણ...

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને બચ્ચન પરિવારની બહુરાની પોતાની પર્સનલ લાઈફને હંમેશા મીડિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે, તેમના પારિવારિક સંબંધો સાથે જોડાયેલી કોઈપણ અપડેટ સોશિયલ મીડિયા પર આવતાં જ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. હવે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની રક્ષા બંધન સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા જેને કારણે ફરી એક વખત બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધો ચર્ચાનું કારણ બન્યા છે.  

રક્ષાબંધન-2026ના પાવન પર્વ પર ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યા રાય બચ્ચનની પિયર પક્ષ સાથેનો એક અત્યંત દુર્લભ અને સુંદર ફેમિલી ફોટો સામે આવ્યો છે. આ ફોટો ફેન્સના દિલ જીતવાની સાથે જ ઐશ્વર્યા અને તેમની ભાભી શ્રીમા રાય વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદની અફવાઓ પર પણ કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ઐશ્વર્યા રાય-બચ્ચનના ભાઈ આદિત્ય રાયે સોશિયલ મીડિયા પર રક્ષાબંધન સેલિબ્રેશનના ફોટોઝ શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે 'રક્ષાબંધન 2026'. શેર કરાયેલા ફોટોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાના ભાઈ આદિત્ય પાસે ઊભેલી જોવા મળે છે, જ્યારે તેમની માતા વૃંદા રાય તમામ પૌત્રો-પૌત્રીઓ સાથે બેઠેલા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditya Rai (@aditya_.rai)

વાત કરીએ ઐશ્વર્યા રાય-બચ્ચને પારંપરિક સફેદ એથનિક આઉટફિટમાં સાદગીભર્યા અંદાજમાં જોવા મળી હતી, જ્યારે ભાભી શ્રીમા રાય ગુલાબી અને લીલા રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. આરાધ્યા તેના પિતરાઈ ભાઈઓ વિહાન અને શિવાંશ સાથે ખૂબ ખુશખુશાલ નજરે પડી હતી.

ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર શ્રીમા રાયની એક કમેન્ટ હું ઈચ્છું છું કે લોકો મને મારી પોતાની ઓળખથી જાણે કે બાદ ઐશ્વર્યાના ફેન્સે તેમને ટ્રોલ કર્યા હતા અને બંને વચ્ચે અણબનાવ હોવાની વાતો વહેતી થઈ હતી. 

શ્રીમાએ એ સમયે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર પોતાના કરિયર અને સ્વતંત્ર ઓળખ પર ધ્યાન આપી રહ્યા છે અને પરિવાર પ્રત્યે કોઈ નકારાત્મકતા નથી. આ રક્ષાબંધન પર ઐશ્વર્યા અને શ્રીમાને એક જ ફ્રેમમાં એકસાથે હસતાં જોઈને તમામ નકારાત્મક ચર્ચાઓ અને ખોટા ડ્રામાનો અંત આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયના પરિવાર સાથેના આ સેલિબ્રેશનમાં અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારનો અન્ય કોઈ સદસ્ય જોવા મળ્યો નહોતો. તમારી જાણકારી માટે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે આવેલી દૂરીને કારણે જાત-જાતની અફવાઓ અને વાતો ચાલી રહી છે. આ બધી વાતો વચ્ચે બચ્ચન ફેમિલીની ગેરહાજરી ફરી એકવાર નેટીઝન્સમાં ચર્ચાનો વિષય બની છે. જોકે, ઐશ્વર્યાએ આ તમામ ચર્ચાઓથી દૂર રહીને પિયરમાં પુત્રી સાથે તહેવારની ખુશીઓ મનાવી હતી.