Mon Sep 07 2026

Logo

બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું એલાન

2026-09-01 22:02:21
Author: Chandrakant Kanoja
બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું  દેશવ્યાપી હડતાળનું એલાન

ANI


નવી દિલ્હી: બેંકોના ગ્રાહકો માટે આગામી બે મહિના મુશ્કેલીભર્યા બની શકે છે. જેમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ તેમની વિવિધ પડતર માંગણીઓને લઇને તબક્કાવાર હડતાળની જાહેરાત કરી છે.જેમાં પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ, સરકારની સુધારેલી પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)યોજના અને અન્ય પડતર માંગણીઓ કરી છે.

28 થી 30 સપ્ટેમ્બર ત્રણ દિવસ કામકાજથી અળગા રહેશે 

UFBU ના આહ્વાન બાદ 11 સપ્ટેમ્બરે એક દિવસીય હડતાળ કરવામાં આવશે. જ્યારે બેંક કર્મચારીઓ 28 થી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે કામગીરી બંધ રાખશે. યુનિયને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ અંગે કોઈ ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબર  2026 ના રોજ અનિશ્ચિત સમય માટે દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.

ફોરમમાં સાત યુનિયનો

યુનિયનના જણાવ્યા મુજબ ફોરમમાં સાત યુનિયનો (AIBEA, AIBOC, NCBE,AIBOA,BEFI,INBOC,INBEF)નો સમાવેશ થાય છે. જેમાં જાહેર ક્ષેત્ર, ખાનગી, વિદેશી, પ્રાદેશિક ગ્રામીણ અને સહકારી બેંકોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

યુનિયનોએ ચાર મુખ્ય માંગણીઓ ઉઠાવી

સત્તાવાર નિવેદન મુજબ, યુનિયનોએ ચાર મુખ્ય માંગણીઓ ઉઠાવી છે. જેમાં પાંચ દિવસના બેંકિંગ સપ્તાહનો અમલ, સરકારની કામગીરી-સંબંધિત પ્રોત્સાહન યોજના પાછી ખેંચી લેવી, દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા પ્રોત્સાહન યોજનામાં ફેરફાર કરવો અને બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ કરવું.