પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બિશ્કેકમાં શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનના એક દિવસ પહેલા મુલાકાત કરી. બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી. બેઠકમાં ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને આર્થિક સહયોગની સાથે યૂક્રેન યુદ્ધ, રીજનલ કનેક્ટિવિટી અને અન્ય વૈશ્વિક મુદ્દે ચર્ચા થઇ. બેઠક દરમ્યાન પીએમ મોદીએ યૂક્રેન યુદ્ધને લઇને ભારતના શાંતિ અને સંવાદના વલણનું ફરી સમર્થન કર્યું.
રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે માનવતાની ભલાઈ માટે દુનિયાએ 'અંતહીન યુદ્ધથી યુદ્ધના અંત' તરફ આગળ વધવું પડશે. તેમણે કહ્યું, 'આપણે માનવતાની ભલાઈ માટે Endless War (અંતહીન યુદ્ધ) થી End of War (યુદ્ધના અંત) તરફ આગળ વધવું પડશે.'
આતંકવાદના પૂરા તંત્રને સમાપ્ત કરવું પડશે
પ્રધાનમંત્રીએ SCOના મંચથી સદસ્ય દેશોને આતંકવાત વિરુદ્ધ એકજૂટ થઇને કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે આતંકવાદ આજે પણ પૂરી માનવતા માટે ગંભીર પડકાર છે અને તેના વિરુદ્ધ લડાઇને ફક્ત એક્શન-રિએક્શન સુધી સીમિત ન રાખવું જોઇએ. આતંકવાદના પાલનપોષણ, કટ્ટરપંથીકરણ, આતંકીઓની ભરતી, અને સુરક્ષિત ઠેકાણાની આખી ઇકો સિસ્ટમને સમાપ્ત કરવી જરુરી છે.
પીએમ મોદીએ શહબાઝ શરીફની સામે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે જે રાષ્ટ્ર આતંકવાદને પોતાની નીતિનું માધ્યમ બનાવે છે અને આતંકીઓને સમર્થન કે આશરો આપે છે તેમને સ્પષ્ટ સંદેશ આપવો જોઇએ કે આતંકવાદ કોઇપણ દેશ માટે રણનીતિક સંપત્તિ ન બની શકે.
પીએમ મોદીએ યુક્રેન મુદ્દા પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે ભારત તેના ઉકેલ માટે કરવામાં આવી રહેલા તમામ શાંતિપૂર્ણ પ્રયાસોનું સમર્થન કરે છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તમામ સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે લાવવો જોઈએ અને વર્તમાન સંજોગોમાં સમગ્ર માનવતાને તેની જરૂર છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બેઠક દરમિયાન ભારત અને રશિયા વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિગત ધ્યાન અને ઇન્ટરેસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પુતિને ભારત-રશિયા વેપાર અને આર્થિક સહયોગને લઈને પણ સકારાત્મક વલણની વાત કરી.
તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના વેપાર ટર્નઓવરમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. પ્રવાસન ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સંપર્ક વધ્યો છે. પુતિનના જણાવ્યા મુજબ, વર્ષ 2025માં ભારત અને રશિયા વચ્ચે પ્રવાસીઓની અવરજવરમાં 16 ટકાનો વધારો થયો છે.
સપ્ટેમ્બરમાં ભારત આવશે પુતિન
બેઠકમાં રાષ્ટ્રપતિ પુતિનની પ્રસ્તાવિત ભારત યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો ક. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં થનારા BRICS શિખર સમ્મેલન માટે પુતિનની ભારત યાત્રાથી બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂતી મળશે.