કરાંચીઃ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા મક્કા સંયુક્ત સંરક્ષણ કરારની પહેલી મહત્વપૂર્ણ બેઠક તા.31 ઓગસ્ટે તુર્કીના ઇસ્તાંબુલમાં યોજાઈ. આ બેઠકમાં ત્રણેય દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ તેમજ ટોચના સૈન્ય અધિકારીઓ સામેલ થયા. વૈશ્વિક સ્તરે અને ખાસ તો મીડલ ઈસ્ટમાં આ બેઠકને સૌથી મહત્ત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં મક્કા ડિફેન્સ એલાયન્સ હેઠળ સાઉદી અરેબિયામાં એક સ્થાયી સચિવાલય સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પ્રથમ તબક્કામાં સચિવાલયના સેક્રેટરી જનરલ તરીકે પાકિસ્તાની અધિકારી રહેશે અને આ જવાબદારીનો પ્રારંભિક કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
ઈસ્લામિક નાટો એટલે શુ?
મીડિયામાં તેને ઘણી વખત ‘Islamic NATO’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું સત્તાવાર નામ Makkah Defence Alliance છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાનના જણાવ્યા અનુસાર ગઠબંધનને હવે સંસ્થાગત સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર ગઠબંધનની શરૂઆત તા. 7 ઓગસ્ટ 2026ના રોજ થઈ હતી. સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગાન, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી સમગ્ર મીડલ ઈસ્ટમાં સૌથી વધારે ચર્ચા ઈસ્લામિક નાટોની થઈ રહી છે. ખાસ કરીને પાકિસ્તાનની સતત સક્રિયતાથી દુનિયાભરની દેશની નજર આ નવા યોજાનારા સંગઠન પર હતી.
મોટી અને મહત્ત્વની જોગવાઈ
આ કરારની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે, ત્રણમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે. આ સિદ્ધાંત NATOની સામૂહિક સંરક્ષણ વ્યવસ્થા સાથે સરખાવવામાં આવી રહ્યો છે. મીડલ ઈસ્ટના તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને આ વ્યવસ્થાની સરખામણી NATOના Article 5 સાથે કરી છે. બંને સંગઠનો એકસરખા નથી. મક્કા એલાયન્સ હાલમાં માત્ર ત્રણ દેશોનું ગઠબંધન છે અને તેના સૈન્ય સંબંધિત ચોક્કસ ઓપરેશનલ પ્રોટોકોલ હજુ વિકસાવવાના બાકી છે. આ ગઠબંધનનો એજન્ડા માત્ર સામૂહિક સુરક્ષા પૂરતો મર્યાદિત નથી. ત્રણેય દેશો સંયુક્ત સૈન્ય પ્રવૃત્તિઓ, સંરક્ષણ ઉદ્યોગમાં સહકાર, ટેક્નોલોજી વિકાસ અને સંયુક્ત ઉત્પાદન વધારવા પર પણ કામ કરશે. આતંકવાદ વિરોધી સહકારને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ સૌથી મોટો સવાલ
મક્કા ડિફેન્સ એલાયન્સને લઈને સૌથી મોટો સવાલ એ છે કે તેનો ટાર્ગેટ કોણ છે? તુર્કીએ સ્પષ્ટ કર્યું છે કે આ ગઠબંધન કોઈ ચોક્કસ દેશ સામે બનાવવામાં આવ્યું નથી. હાકાન ફિદાનના જણાવ્યા પ્રમાણે તેનો આધાર દેશોની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતા અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ પર છે. હાલમાં તેમાં માત્ર સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન સામેલ છે, પરંતુ
ભવિષ્યમાં અન્ય દેશોને પણ જોડવાની શક્યતા ખુલ્લી રાખવામાં આવી છે. તુર્કીએ કહ્યું છે કે, જે દેશો આંતરરાષ્ટ્રીય કાયદા-શાંતિપૂર્ણ સહકારના માપદંડોને સ્વીકારે છે. તેઓ માટે ભાગીદારીનો
રસ્તો ખુલ્લો હોઈ શકે છે.
પાકિસ્તાન માટે મહત્ત્વનું આ છે
પાકિસ્તાન માટે આ ગઠબંધન વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. એક તરફ તેને સાઉદી અરેબિયા જેવા મહત્વપૂર્ણ ગલ્ફ દેશ સાથે સુરક્ષા સહકાર વધુ મજબૂત કરવાની તક મળે છે, તો બીજી તરફ તુર્કી સાથેના પહેલાથી જ મજબૂત સંરક્ષણ સંબંધોને સંસ્થાગત સ્વરૂપ મળી શકે છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે દાયકાઓથી સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર રહ્યો છે. તુર્કી અને પાકિસ્તાનના સંબંધો પણ લાંબા સમયથી રાજકીય અને સંરક્ષણ ક્ષેત્રે નજીક રહ્યા છે. મક્કા કરાર આ ત્રણેય દેશોના સંબંધોને એક ઔપચારિક સામૂહિક સંરક્ષણ માળખામાં લાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ તેને ત્રણેય દેશોના ઐતિહાસિક સંબંધો અને લાંબા સમયથી ચાલતા સંરક્ષણ સહકારનું વિસ્તરણ ગણાવ્યું છે.
આ નવા સુરક્ષા ગઠબંધનને ભારત માટે પણ નજીકથી જોવું મહત્વનું છે, કારણ કે તેમાં પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન અને NATOનું મહત્વપૂર્ણ સભ્ય તુર્કી બંને સામેલ છે. જોકે, હાલના કરારમાં ભારતને ટાર્ગેટ કરતું કોઈ ચોક્કસ નિવેદન નથી અને ગઠબંધનને સત્તાવાર રીતે કોઈ એક દેશ વિરુદ્ધ ગણાવવામાં આવ્યું નથી. હવે ત્રણેય દેશો ગઠબંધનના સચિવાલય, સંયુક્ત સંરક્ષણ ક્ષમતા અને સંસ્થાકીય માળખાને વધુ મજબૂત કરશે. આગામી સમયમાં અન્ય દેશોને તેમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે કે નહીં, તેના પર પણ સમગ્ર મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયાની નજર રહેશે. મક્કા ડિફેન્સ એલાયન્સ હાલમાં શરૂઆતના તબક્કામાં છે. પરંતુ જો તેમાં વધુ દેશો જોડાય અને સંયુક્ત સૈન્ય સહકાર વધે, તો મધ્યપૂર્વની સુરક્ષા વ્યવસ્થામાં તેનો પ્રભાવ નોંધપાત્ર બની શકે છે.
ભારતની દરેક મુવમેન્ટ પર રહેશે નજર