નવી દિલ્હીઃ યમન અને સોમાલિયાના દરિયા પાસે બનેલી જુદી-જુદી ઘટનાઓમાં ભારતીય નાવિકોનું અપહરણ થયા હોવાનું શિપિંગ મંત્રાલયે જણાવ્યું હતું. આ મુદ્દે ભારતના શિપિંગ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હથિયારો સાથે આવેલા સમુદ્રી ચાંચિયાઓ કર્મશિયલ જહાજને અપહરણ કરવા આવ્યા હતા. બંને જહાજ પૈકી એક જહાજ પરથી 16 અને બીજા જહાજમાં 6 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે.
ચિંતાજનક ઘટના
મિડલ ઈસ્ટમાં ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલમાં સમુદ્રી ચાંચિયાઓનો ત્રાસ સામે આવ્યો છે. ખાડી વિસ્તારમાં સંપૂર્ણ રીતે જાણે અરાજકતા હોય એવું આ ચિત્ર છે. ભારત માટે આ ચિંતાજનક વાવડ છે. સમુદ્રી ચાંચિયાઓએ બે જહાજમાંથી 22 ભારતીયોનું અપહરણ કરી લીધુ છે. શિપિંગ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર અધિકારીએ ઉમેર્યું કે, યમન અને સોમાલિયાના સમુદ્રી વિસ્તારમાં અલગ અલગ જહાજ સાથે આ ઘટના બની છે. જેમાં ચાંચિયાઓ પાસે હથિયારો હતા.
સમુદ્રી ચાંચિયાઓએ બે કર્મશિયલ જહાજનું અપહરણ કરી લીધુ છે. આ બન્ને જહાજમાં કુલ 22 ભારતીય નાવિકો હોવાનું જાણવા મળ્યું છે. આ અધિકારીએ એવું પણ ઉમેર્યું કે, હાલમાં જે ભારતીય નાવિકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેઓ સુરક્ષિત છે. તમામ ભારતીય ક્રુ મેમ્બર્સ સુરક્ષિત છે. ઈરિટ્રિયાના ઝંડાવાળા તેલ ઉત્પાદન ટેન્કર M.T.સિબુ-1ને 20 ઓગસ્ટના દિવસે અપહરણ કરીને અન્ય જગ્યાએ લઈ જવાયું હતું.
When the sea becomes a danger zone, who will protect those forced to sail through it?
— FSUI (@FSUIINDIA) August 19, 2026
Indian seafarers are asking for one thing: Safety before sailing.@dgshipping_IN @IMOHQ @shipmin_india @ITFglobalunion @ITFAPAC pic.twitter.com/O4BqqmXKeo
ભારતીય નાવિકોના જીવ તાળવે
આ જહાજ પર 16 ભારતીય સહિત કુલ 20 ક્રૂ મેમ્બર્સ હતા. યમનના સમુદ્ર કિનારાથી આ જહાજ 30 નોટિકલ માઈલ દૂર હતું. ક્રૂમાં એક સિરિયાઈ, એક સુડાની અને એક ઈરાકના નાગરિકનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક નાવિક છે એની નાગરિકતા કઈ છે એ જાણવા મળ્યું નથી. આ ઘટના 17 ઓગસ્ટના રોજ પુટલેન્ડ પાસે આવેલા કેમરૂન ઝંડાવાળા જહાજ પર બની હતી.
આ જહાજને હાઈજેક કરીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. આ જહાજ પર 10 ક્રૂ મેમ્બર્સ હતા.
જેમાં 6 ભારતીય હોવાનું જાણવા મળ્યું છે. ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયાએ આ વિષય પર ટ્વિટર પર એક ટ્વિટ કરીને જણાવ્યું કે, ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય નાવિકો પર એક જોખમ ઊભું થયું છે. આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિપિંગ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર રીક્રુટમેન્ટ એન્ડ રીપ્લેસમેન્ટ સર્વિસ લાયસન્સ એજન્સી SKS કૃષિ મરીન સર્વિસ પ્રાયવેટ લિ.ના રિપોર્ટ અનુસાર હજુ પણ છ હથિયારધારી સમુદ્રી ચાંચિયા જહાજ પર હાજર છે. જે મોનિટરિંગ કરી રહ્યા છે. આ જહાજ પર કબ્જો કરીને રાખ્યો છે.
છ ભારતીયો પર જોખમ
અધિકારીએ ઉમેર્યું કે, RPSL એજન્સીને ઘટના વિષયક રિપોર્ટ તથા એ સમયાંતરે E-Navik ઓનલાઈન મરીન કેજ્યુઅલ્ટી રિપોર્ટિંગ સિસ્ટમ અંતર્ગત જમા કરવા સલાહ આપવામાં આવી રહી છે. મેરીટાઇમ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે એક અનધિકૃત જહાજ જહાજને જપ્ત કરવામાં આવ્યું તે પહેલાં તેની પાસે પહોંચ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે આ વર્ષે સોમાલિયાના દરિયાકાંઠે અને એડનના અખાતમાં ચાંચિયાગીરીની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. મેરીટાઇમ સુરક્ષા અહેવાલો અનુસાર, કેમરૂન-ધ્વજવાળા જહાજ M/V LUTUFનું 17 ઓગસ્ટના રોજ સોમાલિયાના પન્ટલેન્ડના દરિયાકાંઠે અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાં 10 ક્રૂ સભ્યો છે, જેમાં છ ભારતીયોનો પણ સમાવેશ થાય છે.