અમદાવાદઃ 2023માં જેમ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ક્રાઉડને શાંત પાડી દેવાની ખાતરી આપ્યા પછી ભારતને પરાજિત કર્યું હતું એ રીતે હવે ન્યૂ ઝીલૅન્ડનો સુકાની મિચલ સૅન્ટનર (SANTNER) પણ એવું જ બોલ્યો છે જેમાં તેણે અમદાવાદના હજારો પ્રેક્ષકોને શાંત કરી દેવાની શેખી કરી છે.
આ વિશે પત્રકાર પરિષદમાં પૂછાતાં સૂર્યકુમાર (Suryakumar) યાદવે બધાને હસાવતાં કહ્યું, `સબ યે સેમ લાઇન ચિપકા રહે હૈ, કુછ તો નયા બોલો.'
સૂર્યાએ જર્નલિસ્ટોને કહ્યું, `ટીમ ઇન્ડિયાનો દરેક ખેલાડી ખૂબ ઉત્સાહિત છે. કૅપ્ટન પર માનસિક બોજ તો હોય જ, પરંતુ વર્લ્ડ કપની ફાઇનલ અને એ પણ ભારતમાં! આવી મૅચ રમવામાં ગજબનો ઉત્સાહ હોય જે અમારા બધામાં છે.'
બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારતઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), ઇશાન, તિલક, હાર્દિક, શિવમ, અક્ષર, અર્શદીપ, બુમરાહ, વરુણ/કુલદીપ/સિરાજ.
ન્યૂ ઝીલૅન્ડઃ સૅન્ટનર (કૅપ્ટન), સિફર્ટ, ફિન ઍલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ચૅપમૅન, ડેરિલ મિચલ, કોલ મૅકૉન્કિ, નીશૅમ/ડફી, મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન.