Thu Aug 20 2026

Logo

અક્ષરા સિંહની ગ્લેમરસ પોસ્ટ વાયરલ, ઈન્સ્ટાગ્રામ પર લખી નાખ્યું 'હું એ બની રહી છું...'

2026-08-19 22:20:07
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો નવો ગ્લેમરસ અવતાર શેર કર્યો છે. અભિનેત્રી સાથે સિંગર અક્ષરા સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો ગ્લેમરસ અને સ્ટાઈલિશ લુક શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, તે ચુપચાપ એ બની રહી છે જેની તેને ઈચ્છા હતી.

ભોજપુરી અભિનેત્રી અક્ષરાએ સિંહ હંમેશાં પોતાના સુંદર અને આકર્ષક અંદાજના લીધે ચાહકોના દિલો પર રાજ કરે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાની શાનદાર તસવીરો પણ શેર કરે છે, જેમાં તેના ટ્રેડિશનલ અને વેસ્ટર્ન અંદાજની ઝલક જોવા મળી હતી. 

અક્ષરા સિંહ પોતાના કરિયરની શરૂઆત ભોજપુરી ફિલ્મ 'સત્યમેવ જયતે'થી કરી હતી. વર્ષ 2010માં આવેલી આ ફિલ્મમાં અક્ષરા સિંહ અને રવિ કિશને સાથે કામ કર્યું હતું.  આ સિવાય અભિનેત્રીએ પવન સિંહ, ખેસારી લાલ યાદવ અને દિનેશ લાલ યાદવ 'નીરહુઆ' જેવા દિગ્ગ્જો સાથે પણ ઘણી ફિલ્મો કરી છે. 

ભોજપુરી ફિલ્મોની સાથે અક્ષરા સિંહે હિન્દી સિરિયલમાં પણ કામ કર્યું છે, જેમાં 'કાલા ટીકા', 'સાવધાન ઇન્ડિયા' અને 'સૂર્યપુત્ર કર્ણ' જેવા શો સામેલ છે. અક્ષરા સિંહ ભોજપુરી સિનેમા અને હિન્દી ટીવી સિરીયલ સિવાય વર્ષ 2021માં રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી' સિઝન એકનો ભાગ રહી હતી. 

અક્ષરા સિંહે ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ'થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મનું ગીત 'ઘીસ ઘીસ ઘીસ'માં તે અક્ષય કુમાર સાથે દેખાઈ હતી. આ ગીત ઘણું હિટ રહ્યું હતું. 

'વેલકમ ટૂ ધ જંગલ' ફિલ્મ બાદ હવે અક્ષરા સિંહને એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તે શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ 'ઈઠા'માં જોવા મળશે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 4 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સિવાય રણદીપ હૂડા અને જિશાન અય્યુબ મુખ્ય પાત્રમાં જોવા મળશે.