Fri Aug 21 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (21-08-2026): જાણો કઈ પાંચ રાશિઓ માટે આજે ધનલાભના યોગ બની રહ્યા છે?

2026-08-21 00:01:00
Author: Mumbai Samachar Team
Article Image

મેષ
મેષ રાશિના જાતકોને કાર્ય વ્યાપારમા વધારે સતર્ક રહેવું પડશે. વિવેક અને વિનય સાથે કામ લેવું, નજીકના સગા-સબંધીઓનો સહકાર મળશે. પોતાનાઓ પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવો પડશે. જરૂરી કાર્ય પર ધ્યાન આપવું જોઈએ. શિસ્તનું પાલન કરવું અને કરિયર તેમ જ વેપાર સંબંધિત જોખમ લેવાથી બચવું. કામકાજમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે. જરૂરી ચર્ચામાં સંકોચ નહીં રાખવો. નાણાંની લેવડ-દેવડમાં બેદરકારીથી બચવું જોઈએ. સંગ્રહ અને સુરક્ષામાં વિશેષ ધ્યાન આપવું પડશે. નજીકના વ્યક્તિઓની શીખામણ અને સલાહ પર ધ્યાન આપવું. ભાવનાત્મક મામલામાં ધીરજ રાખવી પડશે. સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓની અવગણના ન કરવી, તણાવની સ્થિતિ રહેશે એટલે ધીરજથી કામ લેવું પડશે. 

વૃષભ
વૃષભ રાશિના જાતકો પોતાના મિત્રોની વાત પર વિશેષ ધ્યાન આપશે. કામકાજના સબંધોને ઉત્તમ બનાવવામાં સફળ રહેશો. અંગત સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. દામ્પત્યજીવન ખુશખુશાલ રહેશે. જરૂરી લક્ષ્યોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. ઉદ્યોગ અને વેપારમાં આત્મવિશ્વાસ વધશે. મહત્વપૂર્ણ બાબતોમાં સફળતા મળવાની શક્યતાઓ છે. નેતૃત્વ અને વ્યવસ્થાપન ક્ષમતાઓ ઉત્તમ બનશે. વ્યવસાયિક તકો મળશે. વ્યાપારિક ગતિવિધિઓને ગતિ મળશે. પોતાનાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું. સહકારની ભાવના રાખવી જરૂરી છે. નાણાકીય લાભની તકો મળશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને મિત્રતા મજબૂત બનશે. અહંકારથી બચવું અને જીવનસાથીની ભાવનાઓને સમજવી જરૂરી છે.  જવાબદારીઓ નિભાવવાથી મનોબળ મજબૂત રહેશે. આરોગ્ય સંબંધિત બીમારીઓ અંગે પણ ધ્યાન આપવું.

મિથુન
આ રાશિના જાતકો કાર્યક્ષેત્રે સહજ સ્થિતિ બનાવી રાખશે. વ્યવસાયિક નિરંતરતા પર જોર આપશો. સુજબુજથી પરિણામ તમારા પક્ષમાં આવશે. જવાબદારીને હૃદયથી નિભાવશો. કામકાજમાં સ્પષ્ટતા વધારશો. દરેક બાબતોમાં શિસ્તનું પાલન કરવાનું રાખો. સેવા અને વ્યાવસાયિકથી જોડાયેલા લોકો અસરકારક પ્રદર્શન કરી શકે છે, જોકે વિરોધીઓની સક્રિયતા બની રહેશે. કારકિર્દી અને વ્યાપારમાં નિર્દેશોનું પાલન કરવું પડશે. જોખમની સ્થિતિથી બચવું પડશે. આર્થિક બાબતોમાં સજાગતા વધારશો. રોકાણ અને લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખવી. બજેટ પર નિયંત્રણ રાખશો. પ્રેમસંબંધોમાં ઉતાવળ કરશો નહીં. ભાવુક ચર્ચાઓમાં સંયમ રાખવો. યોગ-પ્રાણાયામ અને શારીરિક સક્રિયતા વધારવાથી મનોબળ ઉત્તમ રહેશે. 

કર્ક
કર્ક રાશિના જાતકો મિત્રોના સહકારથી કાર્યક્ષેત્રે ઉત્તમ જગ્યા બનાવશે. પરીક્ષા અને સ્પર્ધામાં ઉત્સાહ રહેશે. આર્થિક બાબતોમાં ધ્યાન રહેશે. કરિયર-વ્યવસાયમાં સક્રિયતા વધશે. અંગત વિષયોને ઉકેલવાનો પ્રયત્ન કરશો. અનુભવી લોકો પાસેથી શીખ અને સલાહ લેતા રહેવું. ભણતરમાં આગળ વધશો. કામકાજમાં જવાબદારીઓ વધી શકે છે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. સહયોગીઓનું ઉત્તમ પ્રદર્શન જોવા મળશે. નાણાકીય લાભ વધી શકે છે. વ્યવસ્થાપન અને વ્યવસ્થા ઉત્તમ થશે. પ્રેમ સબંધમાં મધુરતા રહેશે. પ્રિયજનો અને મિત્રો સાથે મુલાકાતની તકો મળશે. પોતાનાઓની ખુશી પર ધ્યાન રાખશો. મનપસંદ પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

સિંહ 
બીજા લોકોના પ્રભાવ કે દબાણમાં આવીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ. ઘર-પરિવારમાં રસ વધશે. જરૂરી વસ્તુઓની ખરીદી શક્ય બનશે. કામકાજમાં ધ્યાન આપી શકશો. ભાવનાત્મક સંતુલન બનાવી રાખશો. કામકાજમાં સ્પષ્ટતા રાખવી અને સમજી વિચારીને જ નિર્ણયો લેશો. ભાવુક બનીને કોઈ પણ પગલું ભરતા પહેલા વિચારશો. સિદ્ધિઓ પર ધ્યાન રહેશે. આર્થિક બાબતોમાં બજેટનું ધ્યાન રાખશો. મકાન અને વાહનથી જોડાયેલી બાબતોમાં ગતિ આવશે. વ્યવસાયમાં શુભ તકો મળશે. પરિવારને સમય આપશો અને નજીકના સગા-સબંધીઓ સાથે મેળાપ વધશે. પ્રિયજનોના મનની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરશો. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું અને જીવનશૈલીમાં સંતુલન બનવી રાખવું પડશે. 

કન્યા 
કન્યા રાશિના જાતકોના સામાજિક કાર્યોને અપેક્ષિત ગતિ મળશે. વ્યાવસાયિક ગતિવિધિઓમાં ભાગ લેશો. વાતાવરણમાં ઉત્સાહ અને અનુકૂળતા રહેશે. બધાને સાથે લઈને આગળ વધશો. સંપર્ક ક્ષેત્રનો વિકાસ થશે. કાર્યસ્થળ પર સમય આપશો. વ્યવસાયિક સંબંધોમાં સુધારો આવશે. આર્થિક ગતિવિધિઓમાં રસ વધશે. નાણાકીય બાબતો પક્ષમાં રહેશે. બાકી વિષયોને ટાળવાથી બચશો. વિવિધ પ્રયત્નો કરવાથી સફળતા મળશે. જવાબદાર લોકો તરફ વિશ્વાસ વધશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. મહેમાનો આવી શકે છે. પ્રિયજનો અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

તુલા 
તુલા રાશિના જાતકોને ઘરમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રહેશે. પરિવારના લોકો વચ્ચે એકબીજા વચ્ચે સહકાર વધશે. બધાને સાથે લઈને ચાલશો. ભાવનાત્મક બાબતોમાં ઉત્તમ દેખાવ કરશો. ઉર્જા અને ઉત્સાહ વધશે. પરંપરાગત કાર્યોથી જોડાયેલા રહેશો. મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારનો સહકાર મળશે. જીવનમાં ફેરફાર થશે. કરિયરમાં પહેલ અને પરાક્રમ સ્થિર રહેશે. મહત્વપૂર્ણ બાબતોમાં આગળ વધશો. વ્યાપારને આગળ વધારવાની તકો મળશે. આર્થિક તકોનો લાભ ઉઠાવશો. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. બચત પર જોર રાખશો. બેન્કિંગથી જોડાયેલા કામ ઝડપથી પૂર્ણ થશે. પ્રેમસબંધ મજબૂત બનશે. શુભ કાર્યોના પણ યોગ બની શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને નવી તકો મેળવવામાં આગળ રહેશે. તેઓ ઉત્સાહપૂર્વક કાર્ય કરશે. આત્મવિશ્વાસ વધશે. વ્યવહારમાં મધુરતા આવશે. સર્જનાત્મક કાર્યોમાં અસરકારક દેખાવ કરશો. મહત્વપૂર્ણ કર્યો તમારા પક્ષમાં રહેશે. અંગત લોકોનો સહકાર મળશે. વાણી અને વ્યવહાર અસરકારક રહેશે. આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે. બાકી રહેલા કર્યો આગળ વધશે. નવા પ્રયાસો પર જોર રહેશે. વ્યવસાયિક બાબતોમાં રસ વધશે. યોજના અનુસાર આગળ વધશો. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. પ્રેમ-સંબંધોમાં મીઠાશ વધશે. પ્રિયજનોનો વિશ્વાસ જીતશો. જીવનસાથીની વાતો પર ધ્યાન આપશો. ખાનપાન અને દિનચર્યા ઉત્તમ રહેશે. સક્રિયતાથી કામ કરશો. 

ધન 
આ રાશિના જાતકો ખર્ચ પર અંકુશ રાખી આગળ વધશો. લાંબાગાળાના રોકાણની દિશામાં પ્રગતિ કરશો. બજેટ પ્રમાણે ચાલવું પડશે. લેવડ-દેવડમાં બેદરકારીથી બચશો. નાણાકીય બાબતોમાં યોજનાનુસાર આગળ વધશો. દેખાડા અને ભૂલથી બચવું. સ્વજનોનો સહકાર મળશે, પરંતુ અતિઉત્સાહમાં આવાથી બચશો. વિપક્ષથી સતર્ક રહેશો. વિદેશથી જોડાયેલી બાબતોમાં સક્રિયતા વધી શકે છે. કરિયર અને વ્યાપારમાં સક્રિયતા બતાવશો. નોકરી-વ્યવસાયમાં વ્યવસાયિક લાભ સામાન્ય રહેશે. વ્યવહારિક બાબતોમાં ધીરજ રાખી લેવડ-દેવડ પર નિયંત્રણ બનાવી રાખશો. આર્થિક પ્રલોભનોથી બચવાનું હિતાવહ રહેશે. સબંધીઓ સાથે મળીને ચાલશો. પ્રિયજનો માટે સમય કાઢશો. એકબીજાની ખુશીઓનું ધ્યાન રાખશો. 

મકર 
મકર રાશિના જાતકોને કારકિર્દી અપેક્ષાથી ઉત્તમ રહેશે અને વ્યવસાયમાં ઝડપ મળશે. લેણદેણ અસરકારક રહેશે. વ્યવસાયિક કાર્યોમાં ઉત્તમ પ્રદર્શન કરશો. મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરવાના પ્રયાસો કરશો. અલગ અલગ બાબતો પર નિયંત્રણ રાખશો. નાણાકીય સિદ્ધિઓ મળી શકે છે. શાસન અને ઔદ્યોગિક ક્ષેત્રથી જોડાયેલા કાર્યોમાં સફળતા મળશે. વ્યવસાયિક ઉત્સાહ જાળવી રાખશો. આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે. મહત્વપૂર્ણ કરાર થવાના યોગ છે. પ્રગતિનો માર્ગ મજબૂત બનશે. આર્થિક બાબતોમાં મજબૂતાઈ રહેશે. આવક ઉત્તમ થશે. બચત પર નિયંત્રણ રાખવું, ઘર-પરિવારમાં સુખ બની રહેશે. મિત્રો અને પ્રિયજનો સાથે સમય વિતાવી શકશો. સંબંધોમાં મીઠાશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આત્મવિશ્વાસ વધશે. 

કુંભ
કુંભ રાશિના જાતકો લોકો સાથે ઉત્તમ તાલમેલ બનાવવામાં સફળ રહેશે. કામકાજમાં અનુકૂળ સ્થિતિ રહેશે. કાર્યયોજનાઓ અને વ્યવસાયિક સિદ્ધિઓ હાંસલ કરશો. બધાને સાથે લઈને આગળ વધશો. સફળતાનું સ્તર ઊંચું રહેશે. લાભ વધારવાની તકો મળશે. મહત્વપૂર્ણ પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે છે. પૈતૃક વિષયોમાં વૃદ્ધિ મળશે. વ્યવસાય પ્રત્યે સમર્પિત રહેશો. સક્રિયતાપૂર્વક કાર્ય કરશો. અધિકારીઓ પ્રસન્ન રહી શકે છે. આર્થિક પ્રયત્નોમાં સફળ થશો. અટવાયેલું ધન મળવાની સંભાવના છે. આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે. યોજનાઓ આગળ વધારી શકશો. મનની વાત યોગ્ય લોકોને કહી શકશો. વ્યક્તિગત બાબતોમાં સુખી રહેશો. શુભ સૂચનાઓ મળી શકે છે. પોતાનાઓનો સહકાર મળશે. સંબંધોમાં સંવાદ અને સહયોગ વધશે. આરોગ્યમાં સુધારો થશે અને મનોબળ વધશે. 

મીન 
મીન રાશિના જાતકોને પોતાના લક્ષ્યો પૂર્ણ કરવામાં સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં ઝડપ અને સંપર્કોથી લાભ મળશે. કામકાજમાં મજબૂતી વધશે. અલગ અલગ ક્ષેત્રોમાં સક્રિયતા વધશે. બધાને સાથે લઈને ચાલવામાં સફળ રહેશો. આવકની સ્થિતિ સારી રહેશે. શિક્ષણમાં તણાવ વધશે. કારોબારી યાત્રાની તકો મળી શકે છે. વ્યવસાયિક સહયોગની ભાવના બનાવી રાખશો. નાણાકીય લક્ષ્યો સાધવામાં સફળ રહશો. મહત્વપૂર્ણ કાર્યોમાં ઉત્સાહ બતાવશો. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. ઘરમાં સુખાકારીનું વાતાવરણ રહેશે. પરિવારજનો સાથે તાલમેલ વધશે. શુભ સૂચનાઓ મળશે. મિત્રતા ઘનિષ્ટ થશે. પ્રેમ સંબંધોમાં આનંદના અવસર મળી શકે.