28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે આંશિક ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે શ્રાવણ પૂર્ણિમા છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ત્યારે રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ થવાની વાત જાણીને ઘણા જાતકો પર તેની નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે. જોકે, હિંદુ ધર્મમાં ગ્રહણ દરમિયાન રાખડી બાંધવા જેવું શુભ કાર્ય કરવામાં આવતું નથી ત્યારે ચંદ્રગ્રહણ થશે તો રક્ષાબંધન કેવી રીતે મનાવાશે તે પ્રશ્ન ઊભો થયો છે.
આ પ્રશ્નનો જવાબ એ છે કે આ વર્ષે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. છતાં આ ગ્રહણ ખાસ છે કારણ કે તેનો અમુક રાશિ ધરાવતા લોકોના જીવન પર અસર થઈ શકે છે. જાણીએ આ ચંદ્રગ્રહણ વિશે સમગ્ર માહિતી.
ચંદ્રગ્રહણ 2026નો ભારતમાં સમય
28 ઓગસ્ટ 2026એ લાગી રહેલું ચંદ્રગ્રહણ આંશિક છે. ભારતીય સમયાનુસાર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ સવારે 8.04 વાગે શરૂ થશે અને સવારે 11.22 વાગે પૂર્ણ થશે. ચંદ્રગ્રહણનો વેધ સવારે 09.43 વાગે બેસશે. લગભગ સવા ત્રણ કલાકનું આ ચંદ્રગ્રહણ જયારે થશે ત્યારે ભારતમાં દિવસનો સમય હશે, જેથી તે ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક કાળ પણ ગણાશે નહીં, જેથી રક્ષાબંધન પર્વ મનાવવામાં ગ્રહણ અવરોધરુપ નહીં બને. હિન્દૂ ધર્મમાં ગ્રહણને સૂતક ત્યારે જ માનવામાં આવે છે જયારે તે દેખાય છે. આ આંશિક ચંદ્રગ્રહણ અમેરિકા, યુરોપ, પૂર્વીય પ્રશાંત અને આફ્રિકામાં દેખાશે. ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર લાલ દેખાશે, તેથી તેને 'બ્લડ મૂન' પણ કહેવામાં આવે છે.
ચંદ્રગ્રહણની કોના પર થશે
મેષ:
તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી આ મામલે કોઈ બેદરકારી રાખતા નહીં. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. આર્થિક નુકશાનની સંભાવના પણ છે.
સિંહ:
આ સમય તમને તણાવ આપી શકે છે. કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત વર્ગ માટે મુશ્કેલીનો સમય રહેશે. ધંધાદારીઓ મોટા નિર્ણયો ન લે.
કર્ક:
કર્ક રાશિના જાતકોને ચીડિયાપણું કે મુંઝવણનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈ એવી વાત કહી શકો છો કે બાદમાં પસ્તાવો થાય. આર્થિક નિર્ણયો સમજી વિચારીને લેવા.
મકર:
ઘર-પરિવારના મુદ્દા ધીરજપુર્વક ઉકેલવા. શાંતિથી વાત કરવી, જો વિવાદ થશે તો લાંબો ચાલશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામકાજમાં બેદરકારી ન કરવી.
કુંભ:
વધારે ગુસ્સો આવશે, એવામાં કોઈ પણ ખોટું પગલું ભરવું નહીં. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સંપત્તિ સબંધી અગત્યના કામો તે સમયે ન કરવા જોઈએ.