Wed Aug 19 2026

Logo

આજથી ગ્રહોના રાજકુમાર બુધ થયા અસ્ત, ચાર રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી...

2026-08-18 18:08:15
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વાણી, તર્ક અને વ્યાપારના કારક ગણાતા ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 18મી ઓગસ્ટ સુધી ગ્રહોના રાજા સૂર્યની નજીક આવતાં અસ્ત થઈ ગયા છે. હિન્દુ પંચાંગ અનુસાર, બુધ આગામી 18મી સપ્ટેમ્બર સુધી આ જ અસ્ત અવસ્થામાં રહેશે. જ્યોતિષ ગણતરી મુજબ, કોઈપણ ગ્રહનું અસ્ત થવું તમામ 12 રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પાડે છે. બુધના અસ્ત થવા છતાં ચાર વિશેષ રાશિઓ એવી છે જેમના માટે આ સમયગાળો અત્યંત ફળદાયી, આર્થિક નફો કરાવનારો અને કરિયરમાં નવી તકો લાવનારો સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

તુલા:
તુલા રાશિના જાતકો માટે આવક અને નફા સંબંધિત બાબતોમાં નવી ઉત્તમ તકો ઊભી થશે. ભૂતકાળમાં કરેલા જૂના રોકાણોમાંથી અણધાર્યો મોટો આર્થિક લાભ મળી શકે છે. જૂના મિત્રો અને સંપર્કોની મદદથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરી ગતિ પકડશે. યોગ્ય આર્થિક વ્યૂહરચના અને સહકર્મચારીઓના સાથથી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે.

સિંહ:
સિંહ રાશિના જાતકોના વ્યક્તિત્વ અને નેતૃત્વ ક્ષમતામાં અદભુત નિખાર આવશે. કરિયર અને બિઝનેસમાં તમારી યોજનાઓનું સચોટ અમલીકરણ ફાયદાકારક સાબિત થશે. લાંબા સમયથી અટવાયેલું ધન પાછું મળશે. કાર્યક્ષેત્રમાં તમારા વિચારોને પ્રભાવશાળી રીતે રજૂ કરવાથી અધિકારીઓ પ્રભાવિત થશે અને પ્રગતિના માર્ગ ખુલશે.

મિથુન:
મિથુન રાશિના જાતકોને સંચાર, માર્કેટિંગ અને નેટવર્કિંગ સંબંધિત કાર્યોમાં મોટી સફળતા મળશે. બિઝનેસમાં સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો સારો આર્થિક નફો અપાવશે. આવકના નવા સ્ત્રોત બનશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર બનશે તેમજ કોઈ ટૂંકી વ્યાવસાયિક યાત્રા કે નવા પ્રોજેક્ટથી ભવિષ્યમાં મોટો લાભ થશે.

મીન:
મીન રાશિના જાતકોને પોતાના ઉત્તમ પ્લાનિંગ અને કાર્યક્ષમતાનો પૂરો લાભ મળશે. સતત પરિશ્રમથી સ્પર્ધાત્મક બાબતોમાં વિજય મળશે. ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી મહેનત ભવિષ્યમાં ઉત્કૃષ્ટ પરિણામ આપશે અને નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.