Tue Sep 15 2026

Logo

27મી ઓગસ્ટે સૂર્ય-બુધનો શક્તિશાળી યોગ! વૃષભ, મિથુન સહિત ચાર રાશિઓ પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-08-19 16:02:05
Author: Darshana Visaria
27મી ઓગસ્ટે સૂર્ય-બુધનો શક્તિશાળી યોગ! વૃષભ, મિથુન સહિત ચાર રાશિઓ પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, વાણી અને વ્યાપારના કારક માનવામાં આવે છે, જ્યારે સૂર્યદેવ આત્મા, પિતા, માન-સન્માન, આરોગ્ય અને સરકારી કાર્યોના કારક છે. આ બંને ગ્રહો વચ્ચે પરસ્પર ગાઢ મિત્રતાનો ભાવ છે. પંચાંગ અનુસાર, 27મી ઓગસ્ટ, 2026ના ગુરુવારે રાત્રે 10.31 કલાકે ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધ એકબીજાથી 0° (0 ડિગ્રી) પર આવીને અત્યંત શક્તિશાળી યુતિ દ્રષ્ટિ યોગ (બુધાદિત્ય શુભ પ્રભાવ)નું નિર્માણ કરવા જઈ રહ્યા છે.

આ બંને મિત્ર ગ્રહોના સંયોગથી સર્જાતો આ શુભ યોગ ચાર રાશિઓના જાતકો માટે સુવર્ણ સમય લઈને આવશે, જેનાથી તેમને સમાજમાં પ્રતિષ્ઠા, કરિયરમાં પ્રમોશન અને મોટો આર્થિક લાભ મળશે. ચાર રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે, ચલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય-બુધનો આ યોગ અત્યંત શુભ સાબિત થશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અને પગારવધારાના મજબૂત યોગ બની રહ્યા છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને અચાનક મોટો આર્થિક નફો મળી શકે છે. જીવનસાથીનો પૂરો સાથ-સહકાર મળશે અને પરિવાર તેમજ સમાજમાં માન-સન્માન વધશે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકોને આ યુતિથી વિશેષ લાભ થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. નોકરીમાં મોટો હોદ્દો કે નવી જવાબદારી મળી શકે છે. બિઝનેસમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ વધશે. સમાજમાં તમારો પ્રભાવ અને દબદબો વધશે, જ્યારે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મળશે.

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે પ્રગતિના નવા માર્ગ ખુલશે. તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આકસ્મિક ધનલાભના યોગ છે તેમજ કોઈ લાભદાયી યાત્રા થઈ શકે છે. પ્રેમ સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે.

મીનઃ
મીન રાશિના જાતકો માટે આ યુતિ ઉત્તમ સમય લઈને આવી રહી છે. વેપારમાં તમારી સ્થિતિ વધુ મજબૂત બનશે અને નવી ડીલ દ્વારા મોટો આર્થિક ફાયદો થશે. પૈતૃક સંપત્તિમાંથી મોટો લાભ મળવાની સંભાવના છે. સામાજિક ગતિવિધિઓમાં તમારી સક્રિયતા વધશે અને દાંપત્યજીવનમાં ખુશીઓનો સંચાર થશે.