Mon Aug 31 2026

Logo

ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું આતંકી ઠેકાણું ‘એક્ટિવ’! બહાવલપુરમાં શું ચાલે છે?

Bahawalpur   2026-08-20 20:13:26
Author: Mumbai Samachar Team
ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું આતંકી ઠેકાણું ‘એક્ટિવ’! બહાવલપુરમાં શું ચાલે છે?

ઈસ્લામાબાદ/બહાવલપુરઃ ઑપરેશન સિંદૂર વખતે જે આતંકી અડ્ડાનો બહાવલપુરમાં ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો, ત્યાં હવે ફરીથી આતંકી સંગઠને અડ્ડો ઊભો કરી દીધો છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે પાકિસ્તાનના બહાવલપુરમાં પોતાના મુખ્ય અડ્ડાઓ મરકઝ સુભાન અલ્લાહ સ્થિત ફરી એક અડ્ડો તૈયાર કર્યો હોવાના વાવડ મળ્યા છે. આ એ જ જગ્યા છે જેને ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યએ ટાર્ગેટ કર્યો હતો. ભારતીય સૈન્યએ ટાર્ગેટ કર્યા બાદ ફરીથી તે તૈયાર થઈ ગયો હોવાના ઈન્પુટ મળ્યા છે. 

અંદર આવું કામ થતું

મરકઝ સુભાન અલ્લાહ જૈશ એ મોહમ્મદના મહત્ત્વપૂર્ણ અડ્ડા પૈકીનો એક છે. N5 નેશનલ હાઈ-વે પર આવેલા જામિયા સુભાન અલ્લાહ કોમ્પ્લેક્સમાં રીપેરિંગ કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનના દક્ષિણ પંજાબ પ્રાંતમાં આશરે 100 કિમી અંદર બહાવલપુરમાં લાંબા સમયથી આતંકી ગ્રૂપ આઈડિયોલોજિકલ અને ઑપરેશનલ સેન્ટર ચલાવી રહ્યા છે. 

વર્ષ 2015માં શરૂઆત થયા બાદ જામિયા મસ્જિદ સુભાન અલ્લાહએ જૈશ એ મોહમ્મદ માટે અહીંયા પ્રાયમરી હબ તરીકે કામ કર્યું હતું, જે ઑપરેશનલ હેડક્વાર્ટર તથા એક જરૂરી ટ્રેનિંગ સવલત એમ બન્ને પાસા પર અહીંયાથી કામ કર્યું હતું. 

ઑપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર પ્રાયમરી ટાર્ગેટમાંથી એક હતું. ડાયરેક્ટ અહીંયા હુમલો થતા આ સમગ્ર ઈમારતને ભારે નુકસાન થયું હતું. આ હુમલા બાદ જૈશ એ મોહમ્મદના પ્રમુખ અઝહરે દાવા કર્યો હતો કે, ઑપરેશનમાં એના પરિવારના 10 લોકો અને તેના ચારેય મુખ્ય સાથીના મોત નીપજ્યા હતા. 

કોણ કોણ માર્યુ ગયું?

અઝહરના એક નિવેદનમાં વર્ષ 1994માં ભારતમાં જેની ધરપકડ કરવામાં આવી હતી અને એર ઈન્ડિયા IC 814 હાઈજેક બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. તેને કહ્યું કે, સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા લોકોમાં એની મોટી બહેન,તેનો પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, ભત્રીજી તથા પરિવારના પાંચ બાળકો પણ હતા. 

યુએન સુરક્ષા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે નિયુક્ત અઝહર, 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા સહિત અનેક હુમલાઓ માટે ભારતમાં વોન્ટેડ છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ અધિનિયમ (UAPA)માં સુધારો કર્યા પછી કેન્દ્ર સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો, જેમાં ફક્ત સંગઠનો જ નહીં, પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2001ના સંસદ હુમલો, વર્ષ 2016ના પઠાણકોટ હુમલો અને વર્ષ  2019ના પુલવામા હુમલા સહિત અન્ય ઘણા હુમલાઓનું કાવતરું ઘડવામાં પણ સામેલ હતો. 

ફરીથી કામગીરી શરૂ

હુમલા બાદ, જૂથ કામગીરી ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે - જોકે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા કેટલાક નિયંત્રણો સાથે. અહેવાલો સૂચવે છે કે મસ્જિદના ગુંબજો, જેને દૃશ્યમાન નુકસાન થયું હતું, હવે તેનું સમારકામ કરવામાં આવ્યું છે. નવા સમારકામ કરાયેલા ગુંબજો ઘાટા રંગના દેખાય છે, જે તાજા સિમેન્ટના કામનો સંકેત આપે છે, જ્યારે હુમલા પહેલાની છબીઓમાં હળવા રંગનો રંગ દેખાય છે. આ વાત સામે આવ્યા બાદ ભારતમાંથી પણ આ મુદ્દાને ગંભીરતાથી જોવામાં આવે છે. 

ફરીથી ગુંબજનું કામ ચાલુ

મરકઝ સુભાન અલ્લાહની ટોચ પરના ગુંબજો  જે સ્પષ્ટપણે નુકસાન પામ્યા હતા, તેને પુનઃસ્થાપિત રિપેરિંગ કરીને તૈયાર કરવામાં આવ્યા હોવાનું માનવામાં છે, જે સુવિધાને ફરીથી પહેલા જેવી સ્થિતિમાં લાવવાના પ્રયાસ થતા હોય એવું લાગી રહ્યું છે. સંકુલની અંદર વધેલી પ્રવૃત્તિ પણ દેખાય છે. અગાઉ, જૈશ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બહાવલપુર સંકુલના પુનઃનિર્માણમાં મદદ કરવા માટે ડિજિટલ વોલેટ દ્વારા ભંડોળ ઊભું કરવા ઝુંબેશ ચલાવતા હોવાનું કહેવાય છે. 

તાજેતરમાં માર્ચ અને એપ્રિલ 2026 ની વચ્ચે આ સ્થળ તોડી પાડવામાં આવ્યું હતું. મે 2025માં ભારત દ્વારા આ સ્થળ પર કરવામાં આવેલા હુમલાને કારણે થયેલા નુકસાનની હદ ઇમારતની માળખાકીય સુવિધાને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડી હતી. સમારકામ મુશ્કેલ બનાવ્યું હતું - છતાં પુનર્નિર્માણ ચાલુ છે.

24 મિસાઈલ ટાર્ગેટ કરી હતી

આ આતંકવાદી પાકિસ્તાનમાં હતો, ઇસ્લામાબાદે વારંવાર તેના વિશે કોઈ માહિતી આપવાની વાત ફગાવી દીઘી હતી.તા.22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળોએ 24 મિસાઇલ ટાર્ગેટ કરી હતી, જેમાં 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલામાં 70 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અને 60 થી વધુ ઘાયલ થયા હતા.