Sun Sep 13 2026

Logo

સાયપ્રસથી તુર્કીયે જતી બોટ દરિયામાં ડૂબી, 267 માંથી 159  લોકોને બચાવાયા

Kyrenia   2026-08-30 18:49:46
Author: Chandrakant Kanoja
સાયપ્રસથી તુર્કીયે જતી બોટ દરિયામાં ડૂબી, 267 માંથી 159  લોકોને બચાવાયા

કાયરેનિયા: મધ્ય પૂર્વના દેશ સાયપ્રસના કાયરેનિયા બંદરથી તુર્કીયેના તાસુકુ માટે રવાના થયેલી એક પેસેન્જર બોટ દરિયામાં અચાનક પલટી હતી. આ બોટમાં 267 લોકો  સવાર હતા.જોકે, બચાવ દળોએ બપોર સુધીમાં 159 લોકોને બચાવી લીધા છે. તેમજ આ દુર્ઘટનાના પગલે તુર્કીયેના વિજય દિનની ઉજવણીના તમામ સરકારી અને જાહેર કાર્યક્રમો તાત્કાલિક રદ કરવામાં આવ્યા હતા.

કાયરેનિયાથી બંદરેથી બે કિલોમીટર દૂર જ બોટ પલટી હતી 

આ અંગે મળતી માહિતી મુજબ બોટ  કાયરેનિયા કિનારાથી માત્ર બે કિલોમીટર દૂર જતાં જ બોટ અચાનક પલટી ગઈ હતી. જેના કારણે ઘટના સ્થળે લોકો ચીસો પાડી રહ્યા હતા. 

તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી  

આ દુર્ઘટના અંગે જાણ થતાં જ તુર્કીયે  સાયપ્રસ કોસ્ટ ગાર્ડના જહાજો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી  હતી. તેમજ એક હેલિકોપ્ટર પણ બેકઅપ તરીકે તૈનાત કરવામાં આવ્યું હતું. તેમજ નજીકના કિરેનિયા બંદર પર સ્થિત અન્ય ખાનગી અને વ્યાપારી બોટોને પણ જીવ બચાવવા માટે દરિયામાં રવાના કરવામાં આવી હતી.

આ દુર્ઘટના બાદ ઉત્તરી સાયપ્રસના 'પરિવહન મંત્રી' એરહાન એરિકલીએ પરિસ્થિતિ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કિરેનિયા કિનારાથી દૂર ગયા પછી તરત જ બોટમાં અચાનક પાણીમાં ભરાઈ ગયું હતું. ત્યારબાદ તેનું સંતુલન ગુમાવ્યું અને પલટી ગઈ હતી. 

લોકોને સુરક્ષિત કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ

આ દુર્ઘટનામાં રાહત બાબત એ હતી કે,  બચાવ ટીમોની તાત્કાલિક કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. કાયરેનિયાના મેયર મુરત સેનકુલે બપોરે 2:30 વાગ્યે અહેવાલ આપ્યો કે 267 લોકોમાંથી 159 લોકોને સુરક્ષિત રીતે કિનારા પર લાવવામાં આવ્યા છે. આ દરમિયાન પાણીમાં ફસાયેલા બાકીના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે.