લંડનઃ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે મની લોન્ડ્રિંગ દ્વારા હેરફેર કરવામાં આવેલા દરેક 100 રૂપિયામાં અધિકારી અને કાયદો લાગૂ કરનારી એજન્સીઓ ફક્ત 1 રૂપિયો જ વસૂલ કરી શકે છે. આનું મુખ્ય કારણ આર્થિક અપરાધ કરનારાની ચાલાકી અને ભાગેડુઓને પાછા લાવવામાં વૈશ્વિક સહયોગની કમી છે.
કેમ્બ્રિજમાં આર્થિક અપરાધ પરના 43મા આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં CJIએ કહ્યું કે એક વર્ષમાં દુનિયાભરમાં જેટલી રકમનું મની લોન્ડ્રિંગ થાય છે, તે એટલું વધારે છે કે તેનાથી ધરતીના દરેક વ્યક્તિ માટે એક સાધારણ લેપટોપ ખરીદી શકાય છે.
તે સંપત્તિના દર 100 ભાગમાંથી 99 હિસ્સાનો ઉલ્લેખ ફક્ત ભાષણો અને રિપોર્ટોમાં હોય છે. જ્યારે હકીકતમાં ફક્ત એક ભાગને ઠીક કરી શકાય છે.
સીજેઆઇ સૂર્યકાંતે કર્યો કૌટિલ્યના 'અર્થશાસ્ત્રનો ઉલ્લેખ
સીજેઆઇ સૂર્યકાંતે કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર'નો ઉલ્લેખ કર્યો. તેમાં લખ્યું હતું કે કોઇ અધિકારી માટે રાજાની સંપત્તિને સંભાળવી અને તેમાંથી કંઇપણ ન લેવું અસંભવ છે. સાથે જ તેમાં ઓડિટ, ક્રોસ-વેરિફિકેશન અને ખોટી રીતે કમાણી કરેલી સંપત્તિને જપ્ત કરવા જેવા ઉપાય પણ બતાવાયા હતા.
હકીકતમાં જે સંપત્તિ વસૂલી શકે છે તે ઘણી ઓછી- સીજેઆઇ સૂર્યકાંત
આર્થિક ગુનાઓ સામે ભારતના બહુસ્તરીય કાયદાઓ અને ન્યાયિક હસ્તક્ષેપ દ્વારા તેમાં સંતુલન જાળવવાનો ઉલ્લેખ કરતા CJIએ કહ્યું કે, ભલે ભારતે વિદેશી અધિકારક્ષેત્રો સાથે પ્રત્યાર્પણ અને પરસ્પર કાનૂની સહાય સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હોય, પરંતુ સાચું કહું તો, આપણે વાસ્તવમાં જે સંપત્તિ પાછી મેળવી શકીએ છીએ તે ખૂબ જ ઓછી છે.
તેમણે કહ્યું કે ગેરકાયદેસર સંપત્તિ અને આર્થિક ગુનાઓ સંધિઓને મંજૂરી મળવાની ઝડપ કરતાં ક્યાંય વધુ ઝડપથી ફેલાય છે. તેથી, કોઈપણ અધિકારક્ષેત્ર, ભલે તે ગમે તેટલું સાધન-સંપન્ન કે મક્કમ કેમ ન હોય, એકલા તેનો સામનો કરી શકે નહીં.
આવી સ્થિતિ ત્યારે છે જ્યારે સજા વિના જપ્તી, હિસાબ વિનાની સંપત્તિ અંગેના આદેશો, લાભકારી માલિકી રજિસ્ટર (Beneficial Ownership Register) અને નાણાકીય ગુપ્ત માહિતીની આપ-લે જેવી જોગવાઈઓ અસ્તિત્વમાં છે.