Tue Jan 27 2026

Logo

White Logo

અલખનો ઓટલો: કચ્છના સંતકવિ ભીમસિંહજી રાઠોડ

1 day ago
Author: Mumbaisamachar Team
Video

-ડૉ. નિરંજન રાજ્યગુરુ

કચ્છ જિલ્લાના ગઢશીશા પાસેના વડવા ગામે પીર હાલાજીની જગ્યા આવેલી છે. જ્યાં ઈ.સ.1866- વિ.સં.1922 ફાગણ વદી 3ના દિવસે હાલાજીએ સમાધિ લીધેલ. ત્યાં એમના શિષ્ય એવા નારાયણજી કલ્યાણજી રાઠોડે આશ્રમસ્થાન બંધાવ્યું. વિ.સં.1971 ફાગણ સુદ 7 નારાયણજી રાઠોડેે વડવા ગામે હાલાજીની જગ્યામાં જ દેહત્યાગ ર્ક્યો. ત્યાં ગુરુની સમીપ એમનું સમાધિમંદિર છે. ઉપરાંત મોડકુબાના ભક્તોએ મોડકુબા ખાતે પણ  મોડપીરની બાજુમાં નારાયણજીનું સમાધિસ્થાન 
બનાવ્યું છે.

નારાયણજીના મોટા પુત્ર રામસંગજી સેવાભાવી વકીલ  હતા. નારાયણજીના વચેટ પુત્ર હતા ભીમજી રાઠોડ. એમનો  જન્મ આજથી એકસો બાવન વરસ પહેલાં  ઈ.સ.1874- વિ.સં. 1930 જેઠ સુદ 11ના દિવસે થયેલો અને   એકાવન વર્ષની વયે આજથી એકસો એક વરસ પહેલાં  ઈ.સ.192પ-  વિ.સં.1981 જેઠ સુદ 11ના 2ોજ વિદાય લીધી. ભીમજીને પીર હાલાજીનાં પુત્રી દેવી તાજુબાએ દીક્ષ્ાા આપી અને  ભજન ગાવાનો આદેશ આપેલો. પોતે  પણ સનદી વકીલનો અભ્યાસ કરેલો છતાં ભજન ગાવા, ભજનો- ભાવગીતોનું સર્જન કરવું અને યોગસાધના તથા સંતસેવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવેલું.

આ હાલો હાલોને રે, ગણેશ વધાઈયે. 
હેતે હાલરડાં એનાં ગાઈએ રે,
નિત નિત નામ લઈએ તમારાં, નિરમલ ગંગામાં નાહીએ રે..
-હાલો હાલોને રે, ગણેશ વધાઈયે રે...0
ભાવે કરીને રે ભોજન ધરીએ, સિંદૂર તિલક લગાઈએ રે,
મનનાં મેરમ ભવનાં તારણ, ફૂલડાંની માળા ચડાઈએ રે..
-હાલો હાલોને રે, ગણેશ વધાઈયે રે...0
પ્રેમે કરીને પગલાં રે ભરીએ, અહોનિશ નામ તારાં લઈએ રે,
તાજુબા શરણે ગાએતા ભીમજી, સાચાં સમરણ કરીએ રે..
- હાલો હાલોને રે, ગણેશ વધાવિયે રે...0
વિ.સં.19પપના શ્રાવણ સુદ 1પ રક્ષ્ાાબંધનના દિવસે ભીમજી રાઠોડના સદગુરુ તાજુબા માતાએ સમાધિ લીધી. ત્યારે ભીમજીએ ગુરુવિરહની ભજનરચનાઓનું સર્જન પણ ર્ક્યું છે. જેમાં ગાયું છે : 
પેલીન્યુ અશાંસે પ્રીત્યું લગાયાં, પોએ સુ મુંજુ છડે વ્યા વતન,  
થોડે થોડે જલમેં જીં મછલાએ તલખે, તીં તલખે અશાંજો તંન, 
તાજુબા સાહેબ હેડા ન ક2જે મંન...0 
ભીમજીનાં ભજનોમાં પ્રેમલક્ષ્ાણા ભક્તિ સાથે સૂફીવાદની અસર પણ જોવા મળે છે. 166 જેટલાં પૃષ્ઠોમાં  ‘ભીમ ભજનમાળા’ નામે પુસ્તિકામાં એમની કચ્છી-ગુજરાતી ભાષામાં રચાયેલી 184 જેટલી ભજનરચનાઓ,11 જેટલી પ્રભાત-પ્રભાતી રચનાઓ, બારમાસી, છપ્પા, સવૈયા, 48 કાફી, સ્તુતિ, સાખી, દોહરા જેવી પદ્ય કૃતિઓનું સંકલન ઈ.સ.1980-81 આસપાસ ભીમજી રાઠોડના  દીકરા  મદારસિંહજીના પાંચ  પુત્રો- કલ્યાણસિંહ, પ્રતાપસિંહ, પ્રેમસિંહ, દિલાવરસિંહ અને ભગવતસિંહ, પીર હાલોજીની જગ્યા વડવા,પો. ગઢશીશા,જિ.કચ્છ  દ્વારા કરવામાં આવ્યું છે. આ સંપાદનની શરૂઆત ગણેશ વંદનાથી થાય છે.
હરભજ હરભજ હેતે મનવા,કાયા માયા હે કાચી,
નામ નિરંજન નિરખ નિજારી, રામ નામસે રહે રાચી..
-હરભજ હરભજ હેતે મનવા ...0
બાગ બગીચા શેર ગામડાં, આખર હોશે સબ માટી,
સગાં સ્નેહી સંગ ન ચાલે, આગ દઈ કાં દેશે દાટી..
જોબન તારો જાતો રે’શે, સમજ લિયો તૂમ નરનારી,
આઠે પહો2 તું 2ે’જે રટણમાં, નહીં તો જાશે બાજી હારી..
-હરભજ હરભજ હેતે મનવા ...0
આવો અવસર ફેર ન આવે, જીવડા  તું તો લે જાગી,
કાકા મામા કામ નઈં આવે, તૃષ્ણાને દેજે ત્યાગી..
ઈંગલા પિંગલા એક ઘર આણી, સુખમણા તું લે સાધી,
ભાવ ધરીને ભજન કરી લે, મૂરખ મેલી દેને ઉપાધી..
-હરભજ હરભજ હેતે મનવા ...0
પાંચ ચોર બાંધી લે બાંધવા સુરત નૂરત સે કર દાસી,
તાજુબા શરણે ભણે ભીમજી, પ્રીતમ પૂરે તબ આશી..

-હરભજ હરભજ હેતે મનવા ...0