Tue Jan 27 2026

Logo

White Logo

વર્ષો બાદ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનું પેકેજ-8 પૂર્ણ થશે! NHAIએ નવું ટેન્ડર બાહર પાડ્યું

2 days ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: દેશની રાજકીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતા 1,380 કિમીથી વધુ લાંબા એક્સપ્રેસવેનાં કેટલાક ભાગ ખુલા મુલાવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાં આવેલા ત્રણ પેકેજનું નિર્માણ વર્ષોથી વિલંબિત છે. એવામાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના બાકી રહેલા નિર્માણ કાર્ય માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

જુજુવા અને ગાંડેવા વચ્ચેના આઠ-લેન એક્સપ્રેસવેના પેકેજ-8નાં બાકીના કામ માટે બિડ મંગાવવામાં આવી છે. GST સિવાય આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1,475.68૬૮ કરોડ રૂપિયા છે. એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) મોડ હેઠળ આ નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે.

કોન્ટ્રાક્ટરે કાર્યપૂર્ણ ન કર્યું:
નોંધનીય છે કે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પેકેજ 8 (જુજુવા-ગંડેવા), પેકેજ 9 (કરવડ-જુજુવા), અને પેકેજ 10 (તલસારી-કરવડ)નો કોન્ટ્રાક્ટ અગાઉ પુણે સ્થિત કંપની રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ (RSIIL)ને સોંપવામાં આવ્યો હતો. વર્ષો વીતવા છતાં કઈ કામ થયું ન હતું, ત્યાર બાદ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

કોર્ટે RSIILને ફટકાર લગાવી:
દિલ્હી હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા(NHAI) અને RSIIL વચ્ચેના વિવાદની સુનાવણી કરીને 13 જાન્યુઆરીના રોજ આદેશ આપ્યો હતો. સુનવણી દમિયાન RSIILએ જમીન સંપાદન અધૂરું હોવાને કારણે કામ વિલંબ થયો હોવાની દલીલ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે બાંધકામ માટે મોટાભાગની જરૂરી જમીન પહેલાથી જ ઉપલબ્ધ હતી અને RSIIL ટાર્ગેટ મુજબ કામ કરી શકી ન હતી. 

હાઈકોર્ટે કહ્યું કે આ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિલંબને કારણે દેશને નુકસાન પહોંચ્યું છે અને નાગરિકોને અસુવિધા પડી છે. હાઈ કોર્ટે આ કામને પૂર્ણ કરવા માટે NHAI ને નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવાની મંજૂરી આપી હતી.

1.5 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે:
નોંધનીય છે કે પેકેજ 8 એ 87 કિમી લાંબા ત્રણ પેકેજોનો એક ભાગ છે. હવે NHAIએ પેકેજ 8 માટે નવું ટેન્ડર હેઠળ બહાર પાડ્યું છે. ટેન્ડર મુજબ કોન્ટ્રાક્ટરને 1.5 વર્ષની અંદર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે, ત્યારબાદ 10 વર્ષની મેન્ટેનન્સની જવાબદારી સંભાળવાની રહેશે. આ ટેન્ડર માટે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 માર્ચ, 2026  છે અને ટેકનિકલ બિડ 10 માર્ચ, 2026 ના રોજ ખોલવામાં આવશે.

બાકી રહેલા અને અન્ય બે પેકેજો 9 અને 10 પૂર્ણ કરવા NHAI ટૂંક સમયમાં RSIILને ક્યોર પીરિયડ નોટિસ પાઠવી શકે છે.